એક મોટી પહેલ: હવે બન્ડિકૂટ રોબોટ સાફ કરશે વડોદરાની ગટરો

સોમવાર, 9 ઑગસ્ટ 2021 (21:05 IST)
એલ એન્ડ ટી હાઇડ્રોકાર્બન એન્જિનિયરિંગ એ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને ડ્રેનેજ મેનહોલની સફાઇ અને જાળવણીને માટે રોબોટિક ટેકનોલોજીથી સ્વયંસંચાલિત મેનહોલ ક્લીનિંગ રોબોટ આજે શેહરી જન સુખકારી દિવસ નિમિતે સમર્પિત કર્યો હતો.
 
આ મેનહોલ ક્લીનિંગ રોબોટ વડોદરાના માનનીય મેયર  કેયુર રોકડિયા દ્વારા લોન્ચ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સાંસદ સભ્ય રંજન ભટ્ટ, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર શાલિની અગ્રવાલ IAS તથા એલ એન્ડ ટી હાઇડ્રોકાર્બન એન્જિનિયરિંગ ના CSR,HSE& Sustainibility Head સુધીર પીવી નામ્બિયારની ઉપસ્થિતિમાં લોન્ચ કરવામાં આવ્યો હતો.
 
આ બન્ડિકૂટ નામે રોબોટ ટેકનોલોજી ભારત સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા સ્વચ્છતા માટે આશાસ્પદ નવીન ઉકેલ તરીકે અમૃત ટેક ચેલેન્જ એવોર્ડ વિજેતા છે.
 
ગુજરાત સરકાર અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગ દ્વારા મેનહોલ સફાઈની તમામ પ્રવૃત્તિઓનું યાંત્રિકરણ કરીને મેનહોલના અકસ્માતો ન થાય તે માટે આ એલ એન્ડ ટી હાઇડ્રોકાર્બન એન્જિનિયરિંગના CSRઅંતર્ગત આ એક મોટી પહેલ છે. 
 
આ બન્ડિકૂટ નામે રોબોટનું યુઝર ઇન્ટરફેસ મેન્યુઅલ સફાઈ કામદારો માટે બનાવવામાં આવ્યું છે જે ખૂબ જ સરળ અને વપરાશકર્તા તેમજ મૈત્રીપૂર્ણ છે, જે હાલના મેન્યુઅલ સફાઈના કામદારોને મદદ કરશે, તેમજ વૈકલ્પિક રોજગાર સુનિશ્ચિત કરશે.આ પ્રોજેક્ટ સફાઈ કામદારોની કામગીરી તથા સુરક્ષાને ધ્યાને લઇ સકારાત્મક પ્રભાવ લાવે તે હેતુથી અમલમાં મૂકવામાં આવ્યો છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર