ઇન્સ્ટીટ્યુટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટસ ઓફ ઇન્ડિયા દ્વારા આજે સી.એ. ફાઇનલ્સ પરીક્ષાનું પરીણામ ઘોષિત કરવામાં આવ્યું હતું . પરીણામ જાહેર થતાં જ સુરત શહેરનું નામ સમગ્ર દેશમાં ગૂંજવા માંડ્યું હતું . કેમકે સુરતની રાધિકા બેરીવાલ નામની યુવતિએ સી.એ. ફાઇનલ્સ પરીક્ષામાં સમગ્ર ભારતમાં પહેલા ક્રમે પાસ થવાની સિદ્ધિ હાંસલ કરી છે .
સમગ્ર ભારતમાં સી.એ. કોંચિંગ માટે વખણાતા સુરતના જાણિતા રવિ છાવછરીયાએ જણાવ્યું હતું કે સી.એ.ના પરીણામમાં આ વખતે અગાઉના વર્ષના લગભગ દરેક રેકોર્ડ તૂટી ગયા છે . દરેક સબ્જેક્ટ વાઇઝ જોરદાર પરફોર્મન્સ રાધિકા બેરીવાલાએ હાંસલ કર્યું છે . તેમણે કહ્યું કે અગાઉ રાધિકા બેરીવાલા આઇ.પી.સી.સી.ની પરીક્ષામાં પણ સમગ્ર ભારતમાં સેકન્ડ રેંક હાંસલ કરવાની સિદ્ધિ મેળવી ચૂક્યા છે.
રાધિકા બેરી વાલે દિવ્યભાસ્કર સાથે કરેલી ખાસ વાતચીતમાં તેણે કહ્યું કે સારા માર્કસ લાવવા માટે સતત પ્રયાસો કરતી રહી પરંતુ ક્યારેય પણ ઓલ ઇન્ડિયામાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની પરિક્ષામાં ફર્સ્ટ આવે છે એવું ક્યારેય સપને પણ નહોતું વિચાર્યું. પરંતુ અથાક પરિશ્રમ અને શિક્ષકોના માર્ગદર્શનને કારણે આ સિદ્ધિ મેળવી છે. સી.એ ફર્સ્ટ યર SMK સુરતમાંથી પૂર્ણ કર્યું હતું અને ત્યારબાદના બે વર્ષ SAAB & કંપની સુરેશ અગ્રવાલજીને ત્યાંથી પૂર્ણ કર્યું છે. જાણીતા રવિ છાવરીયા સરના ખૂબ જ સારા માર્ગદર્શનને કારણે આ પરિણામ આવ્યું છે. એસ ડી જૈન કોલેજ ખાતેથી ગ્રેજ્યુએશન દરમિયાન પણ મારા 80% ટકા મેળવ્યા હતા. આગામી મારું લક્ષ્ય IIM ખાતે પ્રવેશ મેળવીને અભ્યાસ કરવાનો છે