ખાલી જગ્યા : આ ભરતી અંતર્ગત ઈલેક્ટ્રોનિક્સ મિકેનિકના 814, ઈલેકટ્રિશિયન 184, અને ફીટર 627 ઉમેદવારો માટે ખાલી જગ્યા છે. આ ઉમેદવારોની ઉંમર 30 વર્ષ હોવી જોઈએ. ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી માહિતીના આધારે અરજી કરી શકે છે.
આ નોકરી માટે શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો નોટિફિકેશન વાંચી અને અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા અરજી કરી શકે છે. જે ઉમેદવારો પાસે 2-વર્ષનું ITI પ્રમાણપત્ર છે તેઓ ECIL જુનિયર ટેકનિશિયન ભરતી 2022 માટે સરળતાથી કરી શકે છે. આ નોકરી માટે ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ 11-4-2022 છે. રસ ધરાવતા ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા અરજી કરી શકે છે. નીચે આપેલા ટેબલમાં જાહેરાત જોવા માટેની લિંક અને અરજી કરવાની લિંક આપવામાં આવી છે.
ECIL Recruitment 2022 : પગાર
આ કરાર આધારિત નોકરીઓ છે. જેમાં પસંદ થનારા ઉમેદાવારોને પ્રથમ વર્ષે 20,480, બીજા વર્ષે 22,258, ત્રીજા વર્ષે 24,870 રૂપિયા પગાર મળશે. ઉમેદવારો માટે અહીંયા આપવામાં આવેલા નોટિફીકેશનમાં વધુ વિગતો જાણી શકાશે.
ECIL Recruitment 2022 : પસંદગી પ્રક્રિયા
આ નોકરી માટે ઉમેદવારોની પસંદગી ધો. 10 માર્ક્સ અને આઈટીઆઈના મેરીટ મુજબ કરવામાં આવશે. જેને ધો.10માં વધારે માર્ક્સ હશે તેને મેરિટમાં ઉપલા ક્રમે પ્રાધાન્યતા મળશે.