ભાજપના ચાર ધારાસભ્યો નાદુરસ્ત હોવાથી સહાયકની મદદથી મતદાન કરશે

શુક્રવાર, 19 જૂન 2020 (12:37 IST)
વિધાનસભા ભવન ફ્લો૨ નં.4 પ૨ મતદાન આજે સવારે 9 વાગ્યે મતદાન શરૂ થયું છે બપોરે 4 વાગ્યે સુધી ચાલશે. ત્યારબાદ 5 વાગ્યાની આસપાસ મતગણતરી પણ શરૂ થઈ જશે અને પરિણામ પણ આવી જશે. રાજ્યસભાની ચૂંટણી જીતવા માટે એક એક મત મહત્વનો હોવાથી જે ધારાસભ્યોનું સ્વાસ્થ્ય હાલ સારું નથી તેઓ પણ ખાસ વ્યવસ્થા સાથે મતદાન મથકે આવ્યા છે. પરંતુ તેઓ સહાયકની મદદથી મતદાન કરશે. આ ધારાસભ્યોમાં પરષોત્તમ સોલંકી, શભુંજી ઠાકોર અને કેસરી સિંહ ચૌહાણનો સમાવેશ થાય છે. ત્યારે લાંબા સમયથી નાદુરસ્ત તબિતય બાદ મંત્રી પુરુષોત્તમ સોલંકી મતદાન કરવા વિધાનસભા આવી પહોંચ્યાં, પુરુષોત્તમ સોલંકીનો પ્રોક્ષી મત તેમના ભાઈ હીરા સોલંકી આપશે. જ્યારે બલરામ થવાનીને પણ વ્હીલ ચેરમાં લવાયા છે. ભાજપના 4 એમએલએ બીમાર, એમ્બ્યુલન્સ અને વ્હીલ ચેર પર મતદાન કરવા લવાયા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર