રાજકોટમાં BRTS બસના તમામ સ્ટોપ બન્યા ફ્રી વાઈફાઈ ઝોન

શનિવાર, 11 ફેબ્રુઆરી 2017 (14:02 IST)
રાજકોટ મહાપાલિકાએ રેસકોર્સને ફ્રી વાઇફાઇ ઝોન બનાવ્યા બાદ હવે બીઆરટીએસના તમામ બસ સ્ટોપ પર પણ સુવિધા ઉપલબ્ધ કરી છે. આજે શનિવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે વાઇફાઇ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. જેમાં સૌ પ્રથમ તેમણે ટેબ પર વાઈફાઈ કનેક્ટ કર્યું હતું.  ઉલ્લેખનીય છે કે આ પહેલા શહેરના રેસકોર્સ ખાતે ફ્રી વાઈફાઈ ઝોન શરૂ કરાયો હતો.  

રેસકોર્સ ખાતે ટ્રાયલ બાદ શરૂ કરાયો હતો વાઈફાઈ ઝોન 

શહેરના રાજમાર્ગો, પિકનિક પોઇન્ટને ફ્રી વાઇફાઇ ઝોન બનાવવાના ભાવિ આયોજનમાં પ્રથમ તબક્કે રેસકોર્સમાં સુવિધાની ટ્રાયલ સોમવારથી શરૂ કરાઇ બાદ તબક્કાવાર રીતે આયોજનને આગળ ધપાવવામા આવી રહ્યું છે. રેસકોર્સને ફ્રી વાઇફાઇ ઝોન બનાવવા માટે વર્ષ 2015-16ના વર્ષના બજેટમાં પણ જોગવાઇ કરવામાં આવી હતી. બીઆરટીએસના તમામ બસ સ્ટોપ પર ફ્રી વાઇફાઇ આજથી શરૂ થઈ ગયા છે.
કેવી રીતે વાઈફાઈને કરશો કનેક્ટ

-  એન્ડ્રોઇડ ફોનમાં આપેલા વાઇફાઇ ઓપ્શનને ઓન કરો.
-  ઇન્ટરનેટ બ્રાઉસર ઓપન કરો.
-  બાદમાં પોર્ટલ ઓટોમેટિક ઓપન થઇ જશે.
-  આર.એમ.સી. ક્યુએફઆઇ બીએસએનએલ પસંદ કરવું
-  તેમાં પીન પૂછવામાં આવશે.
-  ન્યૂ યૂઝર્સ અને એક્ઝેસ્ટિંગ યૂજર્સ એવા બે ઓપ્શન આવશે.
-  ન્યૂ યૂઝર્સ માટે નવું પેઇજ ખૂલશે જેમાં મોબાઇલ ધારકે પોતાનો નંબર નાખ્યા બાદ ઓકે ક્લિક કરવું.
-  પિનનો મેસેજ આવ્યા બાદ લોગ ઇન પેઇજમાં પિન નાંખો
-  કનેક્ટિવિટી મેળવ્યા બાદ ફ્રી વાઇફાઇ શરૂ થઇ જશે.

વેબદુનિયા પર વાંચો