તાજેતરમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છુટાછવાયા વરસાદે પધરામણી કરી હતી. ત્યારે આજે સુરતમા પણ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. સવારના 10 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીમાં વરાછા કતારગામ ઝોનમાં 30 એમએમ વરસાદ વરસ્યો હતો. સવારના સમયે વરસાદ વરસતા શહેર અને શહેરીજીવન પાણી પાણી થઈ ગયું છે. અનેક જગ્યાએ પાણી ભરાવાની પણ સમસ્યાઓ સામે આવતાં તંત્રની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. શહેરના કાપોદ્રા, વરાછા, અડાજણ, રાંદેર કતારગામ સહિતના અનેક વિસ્તારમાં ગાજ વીજ સાથે મેઘરાજાએ એન્ટ્રી કરી હતી.