ગુજરાતના 11 જીલ્લામાં ધૂળ ઉડવાની સાથે વરસાદનુ એલર્ટ, જાણો IMD નુ અપડેટ

શનિવાર, 19 એપ્રિલ 2025 (13:22 IST)
ગુજરાતમાં પડી રહેલી ભીષણ ગરમી વચ્ચે રાહતના સમાચાર આવી શકે છે. આગામી બે દિવસમાં ગરમી ઓછી થઈ શકે છે. જો કે મોસમ વિભાગે આગામી બે દિવસ સુધી સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં તેજ હવા ચાલવાના અને ધૂળ ઉડવાની શક્યતા બતાવી છે. મોસમ વિભાગ મુજબ અ અગામી 7 દિવસ સુધી હવામાન સુકુ રહી શકે છે.  આગામી 24 કલાક દરમિયાન અધિકતમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહી થાય. જ્યારનાદ 19 અને 20  એપ્રિલના રોજ મૈક્સિમમ ટેપરેચરમાં ઘટાડો નોંધાય શકે છે. જો કે ત્યારબાદ તાપમાનમાં ફરીથી વધારો થવાની શક્યતા છે. આ ઉપરાંત દિવસે તેજ હવાઓ ચાલી શકે છે. તેથી યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. દક્ષિણ ગુજરાતના તટીય વિસ્તારમાં માછીમારો માટે પણ  ચેતાવણી જાહેર કરવામાં આવી છે.  
 
હવામાન વિભાગે ગઈકાલે રાજકોટ અને કચ્છમાં લૂ ચાલવાની શક્યતાને લઈને યલો એલર્ટ રજુ કર્યુ. આ સાથે જ રાજ્યમાં 19 અને 20 એપ્રિલના રોજ ધૂળ ભરેલ વાવાઝોડા સાથે હળવા વરસાદની શક્યતા છે. 21 એપ્રિલના રોજ હવામાન નોર્મલ રહી શકે છે. જ્યારે કે 22 થી લઈને 24 એપ્રિલ સુધી ગુજરાત તટ (Gujarat Coast) પર  ગરમ રહેવાની શક્યતા છે. 

 
એપ્રિલમાં વરસાદની શક્યતા 
રાજ્યમાં કેટલાક ભાગમાં 22 એપ્રિલ સુધી તેજ હવા સાથે સાધારણ વરસાદની શક્યતા છે. 11 જીલ્લામાં હળવો વરસાદ થઈ શકે છે. 26 એપ્રિલ પછી ભીષણ ગરમી સાથે જ કેટલાક ભાગમાં તાપમાન 45 ડિગ્રી સુધી પહોચી શકે છે. એપ્રિલ મહિનામાં હવામાન વારેઘડીએ બદલાશે. રાજ્યમાં હવાઓ તેજ રહેશે, જેનાથી જૂનાગઢ અને અમરેલી સહિત સૌરાષ્ટ્રમાં તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ રહેશે. બીજી બાજુ વેરાવળમાં 32, ભુજમાં 41, નલિયામાં 34, દ્વારકામાં 32, ઓખામા 33, પોરબંદરમાં 34, રાજકોટમાં 43, કાંડલામાં 36, અમરેલીમાં 42, ભાવનગરમાં 41, સુરેનગરમાં 43, મહુવામાં 38, કેશોદમાં 37, અબાદમાં 42, દીસામાં 41, ગાંધીનગરમાં 42, વલ્લભમાં 40 અને દમનમાં 35 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યુ છે.  

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર