આજથી રોજ વડોદરાના પ્રતાપનગર સ્થિત રેલવે હેરિટેજ મ્યુઝિયમ ખુલ્લું રહેશે

શુક્રવાર, 22 જુલાઈ 2022 (11:05 IST)
ભારતીય રેલવે દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત “આઇકોનિક સપ્તાહ”“આઝાદીની ટ્રેન અને સ્ટેશનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પશ્ચિમ  રેલવેના વડોદરાના પ્રતાપનગર ખાતે સ્થિત રેલ્વે હેરિટેજ મ્યુઝિયમ તારીખ 22 જુલાઈ 2022 ને સવારે 9:00 વાગ્યાથી સાંજના 5:00 વાગ્યા સુધી સામાન્ય લોકો માટે વિના મૂલ્યે જોવા માટે ખુલ્લું રહેશે. જેથી કરીને વધુને વધુ સામાન્ય લોકો તેનો લાભ લઈ શકે.
 
વડોદરા મંડલના અડાસ રોડ સ્ટેશન ખાતે ફોટો પ્રદર્શન, ચિત્રકલા સ્પર્ધા, દેશભક્તિ  પર આધારિત સંગીતના કાર્યક્રમો વગેરે આયોજિત કરવામાં આવી રહ્યા છે. અહીંયા દરમિયાન અડાસ રોડ સ્ટેશન પર સેલ્ફી પોઈન્ટ પણ લગાવવામાં આવ્યા છે.
 
વરિષ્ઠ મંડલ મિકેનિકલ એન્જિનિયર શ્રી ભજન લાલ મીના એ જણાવ્યું કે પ્રતાપનગરનું આ રેલવે હેરિટેજ મ્યુઝિયમ ઘણી બધી બાબતોમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ ભારતીય રેલવે ના નેરોગેજ વારસા સાચવવામાં આવ્યો છે જેથી ભાવિ પેઢીઓ તેનું અવલોકન કરી શકે અને તેનો લાભ લઈ શકે. 
 
આ માટે અહીં હેરિટેજ પાર્ક, રેલવે હેરિટેજ મ્યુઝિયમ અને રોલિંગ સ્ટોક પાર્ક ના માધ્યમ થી બહુમૂલ્ય વારસાને અને વિરાસતને સાચવવામાં આવ્યો છે. રેલ પ્રશાસનની વડોદરા શહેર ની સામાન્ય જનતા ને આ વિરાસત ની નિરીક્ષણ કરીને લાભ લેવા વિનંતી કરે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર