- હવે આ અરજી ચીફ જસ્ટીસ પાસે જશે અને તેઓ જ સુનાવણી માટે જજની ફાળવણી કરશે
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર મોદી અટકને લઈને થયેલા કેસમાં બે વર્ષની સજા પર સ્ટે માટે ગુજરાત હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી છે. માનહાની કેસમાં કરાયેલી અરજી પર અરજન્ટ સુનાવણી માટે રાહુલ ગાંધીના વકિલે માંગ કરી હતી. જેને જસ્ટીસ ગીતા ગોપીએ મંજુર કરી હતી. વકીલ દ્વારા સુનાવણીની તારીખ માંગવા પર તેમણે નોટ બીફોર મી કહી દીધુ હતું. હવે આ અરજી ચીફ જસ્ટીસ પાસે જશે અને તેઓ જ સુનાવણી માટે જજની ફાળવણી કરશે.
માનહાની કેસમાં બે વર્ષની સજા પર સ્ટે માટે હાઈકોર્ટમાં અપીલ
રાહુલ ગાંધી મોદી અટક બાબતે કરેલ ટીપ્પણી પર માનહાની મુદ્દે ભાજપના નેતા પુર્ણેશ મોદીએ સુરતની નીચલી કોર્ટમાં પિટિશન દાખલ કરી હતી. જેમા રાહુલ ગાંધી પર મોદી અટકને લઈને થયેલા કેસમાં બે વર્ષની સજા પર સ્ટે માટે ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરી છે. રાહુલે 25 એપ્રિલના રોજ મંગળવારના રોજ સુરત સેશન્શ કોર્ટના ચુકાદાને હાઈકોર્ટમાં પડકાર્યો છે.
20 એપ્રિલના રોજ સુરત કોર્ટે અરજી ફગાવી હતી
જેમા રાહુલ ગાંધીની અરજી પર આગામી ગુરુવારે સુનાવણી થાય તેવી સંભાવના છે. તેમજ 20 એપ્રિલના રોજ સુરત કોર્ટે રાહુલ ગાંધીની સજા પર સ્ટે લગાવવાની અરજી કોર્ટે ફગાવી દીધી હતી. જો કે તેમને રાહુલ ગાંધીને જામીન મળી ગયા હતા. અને હવે રાહુલ ગાંધીની સુરત સેશન્સ કોર્ટના 2 વર્ષની સજાના ચુકાદાને પડકારતી અરજી પર આગામી સમયમાં હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે.