હવે દુશ્મનો બચી નહી શકે, ભારતને સોંપવામાં આવ્યા વધુ 3 રાફેલ વિમાન

ગુરુવાર, 21 નવેમ્બર 2019 (11:05 IST)
ભારત સરકારે જણાવ્યુ કે ત્રણ રાફેલ જેટ વિમાન ભારતીય વાયુ સેનાને સોંપવામાં આવ્યા છે અને તેનો ઉપયોગ ફ્રાંસમાં વાયુ સેનાના પાયલટ અને ટેકનીશિયનોને પ્રશિક્ષિત કરવામાં થઈ રહ્યો છે. 
 
ભાષા મુજબ ભારત અને ફ્રાંસે સપ્ટેમ્બર 2016માં 36 રાફેલ વિમાનો માટે 7.87 અરબ યુરો કે લગભગ 59000 કરોડ રૂપિયાની સમજૂતી પર સાઈન કરી હતી. 
 
ભારતને પ્રથમ રાફેલ વિમાન આઠ ઓક્ટોબરના રોજ સોંપવામાં આવ્યુ જ્યારે કે ચાર રાફેલ વિમાનો ભારતમાં મે 2020 સુધી આવશે. 
 
ઉલ્લેખનીય છે કે રક્ષા મંત્રી રાજનાથ સિંહે પ્રથમ રાફેલ લડાકૂ વિમાન સોંપવાના સમારંભમાં કહ્યુ હતુ કે આ લડાકૂ વિમાન ભારતીય વાયુસેનાને વધુ મજબૂતી આપશે.  તેમણે રાફેલમાં લગભગ 25 મિનિટ ઉડાન ભરી હતી. 
 
રાજનાથ સિંહે રાફેલ લડાકૂ વિમાનમાં ઉડાન ભરવાના ઠીક પહેલા નવા વિમાનનુ શસ્ત્ર પૂજન કર્યુ અને તેના પર ઓમ તિલક લગાવ્યુ અને પુશ્ય તેમજ એક નારિયળ ચઢાવ્યુ હતુ. આ પ્રસંગ પર તેમની સાથે ભારતીય સશસ્ર બળના વરિષ્ઠ પ્રતિનિધિ પણ હતા. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર