ગુજરાતમાં હવે 7.35 લાખ વ્યક્તિ ક્વોરેન્ટાઇન હેઠળ, અમદાવાદમાં સૌથી વધુ

સોમવાર, 7 સપ્ટેમ્બર 2020 (15:53 IST)
ગુજરાતમાં કોરોનાના કેસની સાથે ક્વોરેન્ટાઇન હેઠળની વ્યક્તિઓની સંખ્યામાં પણ સતત વધારો થઇ રહ્યો છે. ગુજરાતમાં હાલ 7.35 લાખ વ્યક્તિ ક્વોરેન્ટાઇન હેઠળ છે. આમ, ગુજરાતમાં એક જ સપ્તાહમાં ક્વોરેન્ટાઇન હેઠળ વ્યક્તિઓની સંખ્યામાં 2.36 લાખનો વધારો થયો છે. ગુજરાતમાં બરાબર એક સપ્તાહ અગાઉ 30 ઓગસ્ટના 4,99,903 હેઠળ વ્યક્તિ ક્વોરેન્ટાઇન હેઠળ હતી. જેમાંથી 4,99,932 વ્યક્તિ હોમ ક્વોરેન્ટાઇ હતી. પરંતુ સપ્ટેમ્બર માસના પ્રારંભ સાથે દૈનિક 1300થી વધુ કેસ નોંધાઇ રહ્યા છે ત્યારથી ક્વોરેન્ટાઇન હેઠળની વ્યક્તિઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. 6 સપ્ટેમ્બર પ્રમાણે ગુજરાતમાં 7,33,790 હોમ ક્વોરેન્ટાઇન જ્યારે 2162 ફેસિલિટી ક્વોરેન્ટાઇન એમ કુલ 7,35,952 વ્યક્તિઓ ક્વોરેન્ટાઇન હેઠળ હતી. હાલ અમદાવાદમાંથી સૌથી વધુ 4,48,154 વ્યક્તિ ક્વોરેન્ટાઇન હેઠળ છે. આ સિવાય અમરેલીમાંથી 61738, ભરૃચમાંથી 44,203, સુરતમાંથી 42,847, નવસારીમાં 20,098, ગાંધીનગરમાંથી 19,213, જામનગરમાંથી 14,600 વ્યક્તિ ક્વોરેન્ટાઇન હેઠળ છે.
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર