બાયડ બેઠક પરની પેટા ચૂંટણી માટે ધવલસિંહનું નામ લગભગ નક્કી: પ્રદિપસિંહ જાડેજા
ગુરુવાર, 19 સપ્ટેમ્બર 2019 (12:32 IST)
બાયડ વિધાનસભાની ખાલી પડેલી બેઠક માટે ચૂંટણી જાહેર થવાની ઘડીઓ ગણાઈ રહી છે. ત્યારે બાયડ બેઠક માટે ભાજપ દ્વારા બેઠક પ્રભારી ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં કાર્યકર સંમેલન યોજાયું હતું. પ્રદીપસિંહ જાડેજાએ ઉમેરવારને લઈને પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ધવલસિંહ ઝાલા કોંગ્રેસની નીતિ રીતિઓથી કંટાળીને ભાજપમાં જોડાયા છે. માટે તેમનું ભવિષ્ય ઉજવવળ છે અને ટીકીટ મળવાની શક્યતાઓ વધુ છે. અરવલ્લી જીલ્લાની બાયડ વિધાનસભા બેઠક ઉપર ધવલસિંહ જાલાએ રાજીનામું આપતા હાલ આ બેઠક ખાલી પડી છે, ત્યારે આ બેઠક ખાલી પડતા ચૂંટણી જાહેર થવાની ઘડીઓ ગણાઈ રહી છે જેના પગલે બાયડના રાજકારણમાં પુનઃરાજકીય ગરમાવો આવ્યો છે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા આ બેઠક પોતાના હસ્તક કરવા માટે કવાયત તેજ કરવામાં આવી છે.