ધરપકડથી બચવા ઢબુડી માએ કરી અગોતરા જામીન અરજી

રીઝનલ ડેસ્ક

શનિવાર, 31 ઑગસ્ટ 2019 (13:45 IST)
ઢોંગી 'ઢબુડી મા' મામલે એક પછી એક મોટા ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે ઢબુડી મા ઉર્ફે ધનજી ઓડે હાલ ભૂગર્ભમાં ઉતરી ગો છે. તો બીજી તરફ ધરપકડથી બચવા માટે ધનજી ઓડે અગોતરા જામીન અરજી કરી છે. જો કે, આ અરજીને લઇને ગાંધીનગર કોર્ટમાં 6 સપ્ટેમ્બરના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે.
 
ધર્મના નામે ધતિંગ કરનાર ઢબુડી માતા ઉર્ફે ધનજી ઓડે હાલ ભૂગર્ભમાં ઉતરી ગયો છે. ત્યારે પેથાપુરમાં થયેલી અજીના કારણે ધરપકડથી બચવા માટે ઢબૂડી માએ ગાંધીનગર કોર્ટમાં અગોતરા જામીન અરજી કરી છે. પેથાપુરના એક પીડિતે ધનજી ઓડના કહેવાથી કેન્સરગ્રસ્ત પુત્રની દવા બંધ કરી દીધી હતી અને તેનું મોત થયું હતું. આ મામલે પીડિત વ્યક્તિએ જન વિજ્ઞાન જાથા સાથે મળી અને અવાજ ઉઠાવ્યો હતો.
 
ઉલ્લેખનીય છે કે, સુરતથી સામે આવેલા એક પૂર્વ ભક્તે દાવો કર્યો છે કે ધનજી રૂપાલ ગામે રીક્ષા ચલાવતો હતો અને રૂપાલની પલ્લીના મેળામાં ટેટૂ પણ ચિતરતો હતો. તેણે વર્ષ 2017માં યૂ-ટ્યૂબ ચેનલ શરૂ કરી હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર