નવરાત્રીમાં ગરબાના આયોજકો માટે પોલીસ વિભાગે નિયમો બનાવ્યા છે. અમદવાદના એસજી હાઈવે, એસપી રિંગ રોડ, સિંધુ ભવન રોડ ઉપર તેમજ જીએમડીસી ખાતે મોટા પાયે રાસ - ગરબાનું આયોજન કરાયું છે. ત્યારે પોલીસે દરેક ગરબાના આયોજકો સાથે મિટિંગ કરી હતી. તમામને કેટલાક નિયમોનું પાલન કરવાની સ્પષ્ટ સૂચના આપી દેવામાં આવી છે.
- વાહન પાર્ક કરાવવા માટે આયોજકોએ રાખવા પડશે સ્વયંસેવકો
- ગરબાના સ્થળની બહાર ટ્રાફિક જામ થવા પર ગરબાની મંજૂરી કરાશે રદ
- ગરબા સ્થળે મહિલા અને પુરૂષ સિક્યુરિટી ગાર્ડ ફરજિયાત
- પાર્કિંગ એરિયા અને એન્ટ્રી- એક્ઝિટ પોઈન્ટ કવર થાય તે રીતે CCTV લગાવવા