ગુજરાતમાં સિંહની વસ્તીમાં થયો વધારો, સિંહની સંખ્યામાં 28.87 ટકાનો વધારો

બુધવાર, 10 જૂન 2020 (20:46 IST)
ગીરની ઓળખ સમા સિંહની વાત કરીએ તો રાજ્યમાં સિહની સંખ્યામાં વધારો થયો છે. વર્ષ 2020માં સિંહની સંખ્યા હાલ 674 સુધી પહોંચી છે. સિંહની સંખ્યામાં 28.87 ટકાનો વધારો થયો છે. દર પાંચ વર્ષે સિંહની વસ્તી ગણતરી કરવામાં આવે છે. 2015માં થેયલી વસ્તી ગણતરી મુજબ ગીરના જંગલમાં કુલ 523 સિંહ હતા જે આંકડો વધીને હવે 674એ પહોંચ્યો છે. 
 
2020માં ગીરના જંગલમાં એશિયાટિક સિંહોની સંખ્યા 674 પર પહોંચી ગઈ છે. તો આ સમાચારથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ખુશ થયા છે. તેમણે ટ્વીટ કરીને ખુશી વ્યક્ત કરી છે. 
 
પીએમ નરેન્દ્ર મોદીએ સિંહોની વસ્તી વધતાં ટ્વીટ કરીને લખ્યું કે, ગુજરાતના ગીર જંગલમાં રહેતા જાજરમાન એશિયાટિક સિંહોની વસ્તી લગભગ 29 ટકા વધી છે. ભૌગોલિક રીતે, વિતરણ ક્ષેત્રમાં 36 ટકાનો જેટલો વધારો થયો છે. ગુજરાતની જનતા અને તે બધાને જેની કોશિશોથી આ ઉત્તમ પરાક્રમ છે.
 
આ ઉપરાંત તેઓએ બીજી ટ્વીટ કરીને લખ્યું કે, છેલ્લા ઘણા સમયથી, ગુજરાતમાં સિંહોની વસ્તી સતત વધી રહી છે. આ સમુદાયની ભાગીદારી, ટેક્નોલોજી પર ભાર, વાઇલ્ડલાઇફ હેલ્થકેર, યોગ્ય નિવાસસ્થાન વ્યવસ્થાપન અને માનવ-સિંહ સંઘર્ષને ઘટાડવાનાં પગલાં દ્વારા સંચાલિત છે. આશા છે કે આ સકારાત્મક વલણ ચાલુ રહેશે!

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર