તાઈવાનનો ખાડો ગુજરાતના નામે બતાવવો ભારે પડ્યો, નડિયાદના વેપારીની ધરપકડ

મંગળવાર, 6 ઑગસ્ટ 2024 (17:05 IST)
સોશિયલ મીડિયામાં ફેક ન્યૂઝ અને ફેક વીડિયોનો રાફડો ફાટ્યો છે. X પ્લેટ ફોર્મ પર ખાડામાં વાહન આવે અને ફગોળાય તેવો વીડિયો પોસ્ટ કરનાર નડિયાના વેપારી સામે પોલીસે કાર્યવાહી કરી છે. તેણે તાઈવાનનો વીડિયો પોસ્ટ કરીને ગુજરાતને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હોવાથી ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે. 
 
ક્રાઈમ બ્રાન્ચે પ્રશાંત દલવાડીની ધરપકડ કરી
પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે થોડા સમય પહેલા X ઉપર એક એવી પોસ્ટ થઈ હતી કે જેમાં કેટલાક વાહનો ખાડામાં પડે છે અને તેના કારણે વાહનો ફંગોળાઈ છે. આ વીડિયોની સાથે ગુજરાતનું નામ જોડવામાં આવ્યું હતું. ક્રાઈમ બ્રાંચે આ વીડિયોની તપાસ કરી તો વીડિયો ફેક હોવાનું અને સામેની દુકાન પણ ભારતની ન હોવાનું બહાર આવ્યું હતું. આ વીડિયો નડિયાદમાં રહેતા પ્રશાંત દલવાડી નામના વ્યક્તિએ પોસ્ટ કર્યો હતો. આ વીડિયો મૂળ તાઈવાન હતો. આ સમગ્ર મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પ્રશાંત દલવાડીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
 
તાઈવાનનો વીડિયો મુકી ગુજરાતને બદનામ કરવાનો પ્રયાસ
ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોના જણાવ્યા પ્રમાણે પ્રશાંત દલવાડી નડિયાદમાં રહે છે અને તે કોઈ રાજકીય પાર્ટી સાથે હોવાથી તે X ઉપર આવી રીતે ઘણી વખત પોસ્ટ કરતો હોય છે. આ વખતે તેને કરેલી પોસ્ટ બીજા દેશની હતી અને ગુજરાત સાથે જોડવામાં આવતા સમગ્ર મામલે તપાસ કરવામાં આવી હતી. પ્રશાંત ખૂબ જ સારો અંગ્રેજી ભાષાનો જાણકાર હોવાનું પણ જાણવા મળ્યું છે. તે ખાસ સમય દરમિયાન એક્સ ઉપર પોસ્ટ કરતો હોય, પરંતુ આ વખતે તેને કરેલી પોસ્ટ ખોટી હોવાથી હાલ એ દિશામાં તપાસ કરવામાં આવી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર