દિકરીઓ આંતરજ્ઞાતિય લગ્ન કરે તો તેની સાથે વ્યવહાર રાખવો નહીંઃ 84 કડવા પાટીદાર સમાજે નક્કી કર્યું

મંગળવાર, 3 માર્ચ 2020 (11:36 IST)
84 કડવા પાટીદાર સમાજે નક્કી કર્યું છે કે સમાજની દીકરીઓ આંતરજ્ઞાતિય લગ્ન કરે તો તેની સાથે વહેવાર ન રાખવો નહીં તથા લગ્ન પ્રસંગે થતાં વધારાના ખર્ચ પર અંકુશ મૂકવાનું પણ નક્કી કર્યું છે. ચાણસ્મા તાલુકાના રૂપપુર ગામે હરસિદ્ધ માતાજીના પટાંગણમાં રવિવારના રોજ ચાણસ્મા શહેરના 84 કડવા પાટીદાર સમાજનું પ્રથમ સ્નેહ મિલન યોજાયું હતું.આ પ્રસંગે સમાજ પ્રમુખ જશુભાઇ પટેલે જણાવ્યુ હતુ કે દીકરીઓ મા બાપની સંમતિ સિવાય નાતજાત જોયા વગર ભાગી જાય તો તેના માતા-પિતા તેની સાથે કોઇ પણ જાતનો સંબધ રાખશે નહિ એવા માતા-પિતાનુ જાહેરમાં સન્માન કરાશે તેવુ જણાવ્યું હતું. સમાજના અગ્રણી એ.જે.પટેલે જણાવ્યું હતું કે સમાજનું સંગઠન મજબુત કરવા,શિક્ષણ ક્ષેત્ર,ઉધોગક્ષેત્રે યુવાનો આગળ વધે, સમાજમાંથી કુરિવાજો દુર કરવા,લગ્ન પ્રસંગે રાસ ગરબા બંધ કરવા, દિકરા દિકરીના લગ્ન સમૂહ લગ્નમાજ કરવા,ઓછા ખર્ચ કરવા ,વ્યસન મુક્તિ બાબતે ચર્ચા કરી હતી.  
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર