શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ બુધવારે ગાંધીનગરમં કહ્યું કે રાજ્યમાં આગામી 11 જાન્યુઆરી 2021થી સ્કૂલોમાં ધોરણ 10 અને 12 તથા કોલેજ અને યુનિવર્સિટીમાં ગ્રેજ્યુટ અને પોસ્ટ ગ્રેજ્યુએટના અંતિમ વર્ષનું શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતા તથા નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલની હાજરીમાં યોજાયેલી મંત્રીમંડળની બેઠકમાં આ અંગે ચર્ચા વિચારણા કર્યા બાદ રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે.
ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને કહ્યું કે સ્કૂલમાં સ્વચ્છતા સહિત કોરોના સંક્રમણની સારવાર સંબંધિત અન્ય વ્યવસ્થાઓની સગવડ માટે સ્કૂલ સંચાલકોએ અધિકારીઓ સાથે સમન્વય કરતાં થર્મલ ગન વગેરેની વ્યવસ્થા કરવી પડશે. તેના માટે સ્થાનિક સ્તર પર આચાર્યો અને શિક્ષૅકોને પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્ર અને સામૂહિક સ્વાસ્થ્ય કેન્દ્ર સાથે સમન્વય કરતાં આયોજન કરવું પડશે.
શિક્ષણમંત્રીએ સ્પષ્ટ કર્યું કે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં ન આવે. સ્કૂલમાં જેટલું શૈક્ષણિક કાર્ય હશે એટલે કે કોર્સ જેટલું જ ભણાવવામાં આવશે, ફક્ત તેના અનુસાર પરીક્ષા લેવામાં આવશે. તેમણે કહ્યું કે અન્ય ધોરણને શરૂ કરવાના મામલે સરકાર પાસે વિચારધીન છે અને તે અંગે જલદી જ નિર્ણય લેવામાં આવશે.