હાલમાં બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયુ હોઈ ગુજરાતના ઘણા ભાગમાં મધ્યમથી ભારે વરસાદ પડવાની આગાહી IMD દ્વારા કરી છે. જેમાં દક્ષિણ ગુજરાતના જિલ્લા વધારે પ્રભાવિત થવાની શક્યતા છે ત્યારે આ વિસ્તારના વહીવટીતંત્રને સચેત રહેવા સૂચન કર્યુ હતું આ ઉપરાંત આ બેઠકમાં સિંચાઈ વિભાગ, આર & બી વિભાગ, ફોરેસ્ટ વિગેરે અલગ-અલગ વિભાગ અને સેન્ટ્રલ વોટર કમિશન, એન.ડી.આર.એફ તેમજ એસ.ડી.આર.એફ દ્વાર પૂર્વ તૈયારીની પણ વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. તેમજ આગામી વરસાદની સીઝનમાં સંભંવિતા આફતને પહોચી વળવા અને સાવચેત રહેવા ભાર પૂર્વક અનુરોધ કર્યો હતો.
હવામાન વિભાગે જણાવ્યું હતું કે 13 અને 14 જૂને સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. આગામી 5 દિવસ વરસાદની આગાહી કરી છે તેમાં પ્રથમ દિવસે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણા જ્યારે બીજા દિવસે બનાસકાંઠા અને આણંદમાં ભારે વરસાદ પડશે.
રાજ્યમાં આજે સૌરાષ્ટ્ર, કચ્છમાં પવન સાથે ભારે વરસાદની સંભાવના છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, ખેડામાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે. જ્યારે મધ્ય ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં શુક્રવારે ભારે વરસાદ પડી શકે છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 45 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ જૂનાગઢના માળિયામાં 2.5 ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે ગઢડામાં સવા 2 ઈંચ, કુતિયાણામાં 2 ઈંચ વરસાદ પડ્યો છે. તો તાલાલામાં 2 ઈંચ, મેંદરડામાં પોણા 2 ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે રાણાવાવમાં પોણા 2 ઈંચ, માણાવદરમાં 1.5 ઈંચ વરસાદ, ગીર ગઢડામાં સવા ઈંચ, વડિયામાં સવા ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે ચોર્યાસીમાં 1 ઈંચ, ગોંડલમાં પોણો ઈંચ વરસાદ પડ્યો છે. તો ભાણવડ, વિસાવદર, ખંભાળિયા, ઉમરગામમાં પોણો ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે માંડવી અને લાલપુરમાં અડધો ઇંચ વરસાદ પડ્યો છે.