અમરેલીમાં ખેડૂતોએ હજારો ક્વિંટલ ડુંગળી રોડ પર ફેંકી

ગુરુવાર, 11 મે 2017 (15:39 IST)
ગુજરાતમાં ડુંગળીનુ ઉત્પાદન કરનારા ખેડૂતો સરકારથી નારાજ છે. બુધવારે અમરેલી જીલ્લાના ખેડૂતોએ હજારો કિલો ડુંગળી રસ્તા પર ફેંકી દીધા. આ વર્ષે ખેડૂતોને ડુંગળીનુ સારુ ઉત્પાદન થયુ છે. પણ રોકાણના પૈસા પણ નથી મળી રહ્યા. 
 
મહારાષ્ટ્ર પછી ગુજરાતના ભાવનગર અને અમરેલી જીલ્લામાં ડુંગળીનો મોટુ ઉત્પાદન થયુ છે. અમદાવાદના હોલસેલ માર્કેટમાં ડુંગળીના પ્રતિ કિલો ભાવ 3 થી 6 રૂપિયા સુધી ચાલી રહ્યો છે. ખેડૂતોનો આરોપ છે કે તેમને મીડિયામાં માત્ર દોઢથી બે રૂપિયા પ્રતિ કિલો મળી રહય છે. જે તેમના રોકાણથી પણ ઓછા છે.  આવામાં નારાજ ડુંગળી ઉત્પાદક ખેડૂતોએ રસ્તા પર ડુંગળી ફેંકીને પોતાનો ગુસ્સો જાહેર કર્યો  અને સરકારનુ ધ્યાન પણ પોતાની તકલીફ તરફ દોરવાનો પ્રયત્ન કર્યો. 

વેબદુનિયા પર વાંચો