રાષ્ટ્રીય એકતા દિવસ પર, પીએમ મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રૂ. ૧,૨૨૦ કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો.

શુક્રવાર, 31 ઑક્ટોબર 2025 (08:23 IST)
રાષ્ટ્રીય એકતા દિવસ અને સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મજયંતિ નિમિત્તે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે એકતા નગરમાં વિશ્વ પ્રસિદ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રૂ.1220 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું ઇ-ઉદઘાટન અને ઇ-શિલાન્યાસ કર્યો.
 
પ્રધાનમંત્રી દ્વારા ઉદ્ઘાટન કરાયેલા પ્રોજેક્ટ્સમાં એકતા નગરમાં  56.33 કરોડના ખર્ચે GSEC અને SSNNL ક્વાર્ટર્સ, રૂ. 303 કરોડના ખર્ચે બિરસા મુંડા ભવન, રૂ. ૫૪.૬૫ કરોડના ખર્ચે હોસ્પિટાલિટી ડિસ્ટ્રિક્ટ (ફેઝ-1),  30 કરોડના ખર્ચે ૨૫ ઈ-બસો, 20.72 કરોડના ખર્ચે સતપુરા પ્રોટેક્શન વોલ અને રિવરફ્રન્ટ, 18.68 કરોડના ખર્ચે વામન વૃક્ષ વાટિકા (બોંસાઈ ગાર્ડન), 8.09 કરોડના ખર્ચે વોક-વે (ફેઝ-૨)નો સમાવેશ થાય છે.

આમાં 5.55 કરોડનો એપ્રોચ રોડ,5.52 કરોડનો ઇ-બસ ચાર્જિંગ ડેપો, 4.68 કરોડનો સ્માર્ટ બસ સ્ટોપ (ફેઝ 2), 3.18 કરોડનો સીસી રોડ, 1.48 કરોડનો ડેમ રેપ્લિકા અને બગીચો અને 1.09 કરોડનો એસબીબી ગાર્ડનનો સમાવેશ થાય છે. નવા બનેલા પ્રોજેક્ટ્સ પ્રવાસીઓ માટે વધારાની સુવિધાઓ પૂરી પાડશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર