ગુજરાત દિનના દિવસે નવસારીમાં 7000 લોકો સામુહિક સફાઇમાં જોડાશે

શુક્રવાર, 29 એપ્રિલ 2022 (11:07 IST)
નવસારી શહેરમાં 1લી મે ગુજરાત સ્થાપના દિવસે 7 હજારથી વધુ લોકો સામૂહિક સફાઈના કાર્યક્રમ જોડાશે તથા દિવસ દરમિયાન અનેક કાર્યક્રમો યોજાશે એમ પાલિકા દ્વારા જણાવાયું છે.1લી મે ગુજરાત સ્થાપના દિનની દિવસભર અનોખી ઉજવણી કરવાનો નિર્ણય પાલિકાએ કર્યો છે.
 
જે અંગે જાણકારી આપતા પાલિકા પ્રમુખ જીગીશ શાહે જણાવ્યું કે 1 મેના રોજ સવારે 7.30 કલાકે સર્કિટ હાઉસથી સ્વચ્છતા જાગૃતિ માટે સાયકલ યાત્રા નીકળશે. 8.30 થી 10 વાગ્યા દરમિયાન શહેરભરમાં સામૂહિક સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજાશે, જેમાં 7 હજાર લોકો જોડાશે. 10.30થી 11.30 દરમિયાન શહેરની સમૃદ્ધિ માટે પાલિકા પરિસરમાં મહાયજ્ઞ કરાશે. સાંજે 6.30 કલાક બાદ લુન્સીકૂઈ મેદાન પર સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. જેમાં ભાવિન મિસ્ત્રી ગ્રૂપ દ્વારા સંગીત સંધ્યા, દક્ષિણ ગુજરાતના પદ્મશ્રીઓ અને ઉદ્યોગપતિઓનું સન્માન પણ કરવામાં આવશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર