અમેરિકાના પ્રમુખ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પે હવાલો સંભાળતાની સાથે જ ચૂંટણીમાં આપેલા વાયદા પ્રમાણે ઇમિગ્રેશનના નિયમો કડક બનાવી દીધા છે. સુક્કા ભેગુ લીલુ બળે એમ આ કડક ઇમિગ્રેશન નિયમોને કારણે અમેરિકા વસવાટ કરતા ગુજરાતીઓ પણ ડર-અસમંજસ પરિસ્થિતીમાં મુકાઇ ગયા છે. આ જ કારણ છે કે અમેરિકાથી અમદાવાદ આવતા ગુજરાતીઓનું પ્રમાણ ઘટયુ છે.જેના કારણે એરલાઇન કંપનીઓએ પણ ભાડા ઘટાડી દીધા છે.
અમેરિકામાં વસવાટ કરતા ગુજરાતીઓ હાલ ભારતમાં આવવાનું નામ દેતા નથી. ટ્રમ્પે ઇમિગ્રેશન પોલિસી કડક કરતા અમેરિકાના એરપોર્ટ પર વધુ પુછપરછ કરવામાં આવી રહી છે ત્યારબાદ ક્લીયરન્સ આપવામાં આવે છે જો શંકાસ્પદ લાગે તો પરત ભારત મોકલી દેવામાં આવી રહ્યા છે. ગુજરાતીઓ જણાવી રહ્યા છે નિયમો થોડા હળવા થાય તેની રાહ જોઇ રહ્યા છીએ. અમેરિકાથી ભારત આવતી ફલાઇટોમાં પેસેન્જર લોડ ફેક્ટર ૨૦ થી ૩૦ ટકા ઘટી ગયો છે. અમદાવાદ આવતી ફલાઇટોમાં પણ મુસાફોરની સંખ્યા ઘટી હોવાથી અમદાવાદથી પણ ફલાઇટો જોઇએ તેટલા પ્રમાણમાં અમેરિકાના પેસેન્જર મળી રહ્યા નથી. જેના કારણે ઘણીય એરલાઇન કંપનીઓએ ભાડા ઘટાડવાની ફરજ પડી છે.