હવે હેલિકોપ્ટર દ્રારા કરો અમદાવાદ દર્શન, જાણો ક્યારથી અને કેટલું હશે ભાડુ

શુક્રવાર, 24 ડિસેમ્બર 2021 (12:43 IST)
અમદાવાદીઓ માટે આકાશમાંથી પોતાના શહેરનો નજારો જોવાનું સપનું સાકાર થવા જઈ રહ્યું છે., ટૂંક સમયમાં અમદાવાદ દર્શન માટે હેલિકૉપ્ટરની સેવા શરૂ કરવામાં આવશે. કેન્દ્ર સરકારની “ઉડાન યોજના” અંતર્ગત હેલિકૉપ્ટર સેવાનો લાભ શહેરીજનોને મળશે. આ માટે સાબરમતી હેલિપેડથી અમદાવાદ દર્શનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સી-પ્લેનના સર્વેમાં 6 સ્થળોને પસંદ કરવામાં આવ્યા છે. જેમાં રિવરફ્રન્ટ, સ્ટેચ્યૂ ઑફ યુનિટી, ધરોઈ અને ઉકાઈ ડેમ જેવા સ્થળો નક્કી કરવામાં આવ્યા છે.
 
આ સિવાય અમદાવાદ દર્શન માટે હેલિકોપ્ટર સેવાની શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. જે માટે આગામી 1 જાન્યુઆરીથી એરો ટ્રાન્સ કંપની હેલિકોપ્ટર સેવા ચલાવશે. હેલિકોપ્ટરમાં અમદાવાદ દર્શન માટે 3 હજારથી 5 હજાર રૂપિયાનું ભાડુ નક્કી કરવામાં આવ્યું છે. જેમાં 10 મિનિટના 2 હજાર અને 20 મિનિટ માટે 4 હજાર રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે.
 
નવી પૉલિસીમાં ભારતના 10 શહેરોના 82 રૂટ ઉપર હેલિકૉપ્ટર કોરિડોર વિક્સિત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતમાં અમદાવાદ-ગાંધીનગર વચ્ચે હેલિકૉપ્ટર સેવા શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.
 
એર એમ્બ્યુલન્સ માટે ગુજરાત સરકારે પહેલ કરી છે. આ માટે મુખ્યમંત્રી જે પ્લેન વાપરતા હતા તેને આપણે એર એમ્બ્યુલન્સમાં કન્વર્ટ કરી રહ્યાં છીએ. તેની પરવાનગી માટે અમે ભારત સરકારને વિનંતી કરી છે. જેમાં મુખ્યત્વે વાઇબ્રન્ટ સમિટ સમયે તેને શરૂ કરવાનું આયોજન છે. જેના રેટ જોઈએ તો, 108 પર કોલ કરીને એર એમ્બ્યુલન્સ માંગવામાં આવે તો એક કલાકના 50 હજાર રૂપિયા, હોસ્પિટલ દ્વારા જો એર એમ્બ્યુલન્સની માંગણી કરવામાં આવે તો તેનો ચાર્જ 55 હજાર રૂપિયા અને જો કોઈ વ્યક્તિ દ્વારા એર એમ્બ્યુલન્સની માંગણી કરવામાં આવે તો પર કલાકના 65 હજાર રૂપિયાનું ભાડુ નક્કી કરવામાં આવ્યું છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર