મહેસાણાની એક ખાનગી શાળામાં બકરીદની ઉજવણીને લઈને હોબાળો થયો હતો. આરોપ છે કે બકરીદના અવસર પર શાળામાં ઉજવણી કરવામાં આવી હતી, જે દરમિયાન હિંદુ બાળકોને નમાજ પઢાવવામાં આવ્યા હતા. આ વાતની જાણ બાળકોના વાલીઓને થતાં તેઓએ હોબાળો મચાવ્યો હતો. એટલું જ નહીં આ ઘટનાને લઈને હિંદુ સંગઠનો પણ ઉશ્કેરાયા હતા. હિંદુ સંગઠનોના કાર્યકર્તાઓએ પણ શાળાની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું.