રૂપાણી સાહેબ બોલો આ લોકોને કેટલો દંડ ફટકારશો? તમારા ઉમેદવારની બાઇક રેલીમાં કોઈએ હેલ્મેટ નથી પહેર્યું

ગુરુવાર, 3 ઑક્ટોબર 2019 (14:02 IST)
કાયદો માત્ર પ્રજા માટે હોય છે નેતાઓ માટે નહીં એ વાક્ય અહીં સાર્થક થતું લાગે છે. સમગ્ર દેશમાં ટ્રાફિકના નવા નિયમો લાગુ કરીને સરકાર ચર્ચામાં છે ત્યારે ગુજરાતમાં જ અકસ્માત અટકાવવા અને જીવ બચાવવા નવા નિયમોમાં ફેરફાર કરીને સરકારે ટ્રાફિક નિયમો લાગુ કર્યાં. એક મધ્યમ વર્ગના માણસને એક પિયુસી કે વિમો નહીં હોવાથી હજાર રૂપિયાથી વધારે દંડ ભરવો પડે છે. પરંતુ મધ્યમ વર્ગનો એ માણસ દિવસના કેટલા કમાતો હશે એ ભાજપના સત્તાધિશો સમજી નથી શકતાં. કારણ કે ટ્રાફિકના નિયમોનો ભંગ તો માત્ર સામાન્ય માણસ કરે છે ભાજપના નેતાઓ નથી કરતાં. તે ઉપરાંત લોકોને ટ્રાફિક નિયમો પાળવા અને સોશિયલ

મિડીયામાં પણ કાગળો હોય તો કોઈ તમનં દંડશે નહીં તેવા વાકયો તો આ જ ભાજપની સોશિયલ મીડિયા આર્મી કરી રહી છે. પરંતુ સામાન્ય માણસ બીચારો લાઈનમાં ઉભા રહેવા સિવાય કંઈ કરી શકતો નથી. ટ્રાફિકનાં નિયમો સામાન્ય રીતે તમામ નાગરિકો માટે સરખા જ હોય છે. તે પછી જનતા હોય કે નેતા હોય કે અભિનેતા. એકબાજુ જ્યારે ટ્રાફિકનાં નિયમોની ખાસ પ્રકારની પોલીસ ડ્રાઇવ ચલાવે છે ત્યારે બીજીબાજુ નેતાઓ જ જાહેરમાં નિયમોનું ઉલ્લંઘન જોવા મળ્યાં છે. આજે વિધાનસભાની પેટાચૂંટણી માટે અમરાઇવાડી

વિધાનસભાનાં ઉમેદવાર જગદીશ પટેલે જનસંપર્ક અભિયાન શરુ કર્યું હતું. આ રેલીમાં ભાજપનાં અનેક કાર્યકર્તાઓએ બાઇક રેલી કરી હતી. જેમાં ટ્રાફિકનાં નિયમોનું ઉલ્લંઘન કરતાં કોઇએ પણ વાહન ચલાવતી વખતે હેલ્મેટ પહેર્યું નહતું.ભાજપનાં કાર્યકર્તાઓએ શહેરનાં એસીબી કોમ્પલેક્ષ રબારી કોલોની ખાતેથી બાઇક રેલી નીકાળી હતી.આ રેલીમાં ભાજપનાં ઉમેદવાર જગદીશ પટેલ, પૂર્વ ધારાસભ્ય અને સંસદ એચ. એસ પટેલનાં નેતાઓ જોડાયા હતાં.જુઓ ભાજપનાં કોઇ જ કાર્યકર્તાઓનાં માથા પર હેલ્મેટ નથી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર