રાજ્ય સરકારે માલિકો દ્વારા સમયસર વેતન નહી ચૂકવવાની તથા અન્ય ફરિયાદોના નિવારણ માટે એક કન્ટ્રોલ રૂમ અને ટોલ ફ્રી હેલ્પલાઈન શરૂ કરશે. શ્રમ અને રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રાe જણાવ્યું હતું કે “કોરોના વાયરસ ફેલાવાને કારણે હાલમાં ચાલી રહેલી લોકડાઉનની પરિસ્થિતિમાં ઘરમાં કામકાજ કરતા લોકો સહિતના ઔપચારિક અને બીનઔપચારિક કર્મચારીઓને પૂરેપૂરૂ વેતન આપવાનો નિર્દેશ આપતુ જાહેરનામુ કાયદા હેઠળ બહાર પાડી દેવામાં આવ્યું છે.
વિપુલ મિત્રાએ વધુમાં જણાવ્યું હતું કે તેમણે તમામ લેબર ઓફિસરોને સૂચના આપી છે કે જાહેરનામાનો કડકાઈથી અમલ કરવામાં આવે અને નિયમિત, છૂટક, અને કોન્ટ્રાક્ટથી કામદારો અને કર્મચારીઓને પૂરૂ વેતન નહી આપનારા ઉદ્યોગો, દુકાનો, વેપારી એકમો અને ઘરના લોકો સામે પણ પગલાં લેવામાં આવે.