ભારતના આ 3 યુવા ક્રાંતિકારીઓને ભારત રત્ન આપવા પીએમ મોદીને 19,000 પત્રો લખ્યા

મંગળવાર, 21 જાન્યુઆરી 2020 (12:20 IST)
ભારતનાં મહાન યુવા ક્રાંતિકારીઓ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુએ દેશની આઝાદી માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. તેમજ દેશનાં યુવાનોમાં આઝાદી મેળવવા ક્રાંતિ જાગે તે માટે હસતા મોઢે ફાંસી પણ સ્વીકારી હતી. આવા યુવા ક્રાંતિકારીને આજ સુધી શહીદનો દરરજો આપવામાં નથી આવ્યો. ભારત રત્નનો પુરસ્કાર પણ નથી આપવામાં આવ્યો. ત્યારે હિન્દુસ્તાન સોશ્યાલિસ્ટ રિપબ્લિક એસોસીએશન દ્વારા શહીદ જાગૃતિ અભિયાન નામનું એક ખાસ અભિયાનચલાવવામાં આવી રહી છે.જેના ભાગ રૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્રો પણ લખવામાં આવ્યા છે. આ મુહીમમાં સ્થાનિક લોકો, દેશપ્રેમી જ નહિ પણ અલગ અલગ રાજ્યોમાંથી સાંસદો અને ધારાસભ્યો સહિત રાજકીય આગેવાનોનાં સમર્થનવાળા પત્રો પણ વડાપ્રધાનને મોકલવામાં આવ્યા છે.અત્યાર સુધી દેશનાં 542 સાંસદો, 182 ધારાસભ્યો સહીત રાષ્ટ્રપ્રેમીઓએ પીએમને પત્ર લખ્યા. ફક્ત રાજકોટ કે ગુજરાત જ નહિ પણ અલગ અલગ રાજ્યોમાંથી આ મુહીમને ભારે સમર્થન મળી રહ્યું છે.એટલુજ નહિ, ભગતસિંહજે રાજ્યમાંથી આવે છે તેવા પંજાબનાં આગેવાનો પણ આ મુહીમમાં મોટી સંખ્યામાં જોડાયા છે અને તેવોના મત મુજબ આ અભિયાનખરેખર પંજાબનાં લોકોએ ચલાવવી જોઈએ.ગુજરાતનાં અને ખાસ કરીને રાજકોટનાં આ યુવકો દ્વારા જે અભિયાનચલાવવામાં આવ છે તેને બિરદાવવામાં આઈ રહી છે.આ મુહિમમાં છેલ્લા એક વર્ષમાં 19000 જેટલા પોસ્ટ કાર્ડ પીએમને મોકલવામાં આવ્યા છે.રાજકોટનાં 15 જેટલા મિત્રોએ મળીને ખાસ આ મુહિમની શરૂઆત કરી છે. દરેક મિત્રો પોતાની નોકરી અને રોજિંદા કામ માંથી અમુક સમય કાઢી આ મુહિમને આગળ વધારે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર