પહેલીવાર ‘ગ્રીન મેન્ટર્સ કોન્ફરન્સ 2019’નું આયોજન કર્ણાવતી યુનિવર્સિટી ખાતે કરાયું

શનિવાર, 29 જૂન 2019 (11:44 IST)
અમદાવાદ બેઝ નેચર ડ્રાઈવ ઓર્ગનાઈઝેશન છે. જેના દ્વારા પહેલીવાર ગ્રીન મેન્ટર્સ કોન્ફરન્સ 2019નું આયોજન કર્ણાવતી યુનિવર્સિટી ખાતે કરવામાં આવ્યું હતું. બે દિવસની કોન્ફરન્સનું ઉદઘાટન હોનેબલ મિનિસ્ટર ઓફ એજ્યુકેશન શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાજી કર્ણાવતી યુનિવર્સિટી, ઉવારસદ, ગાંધીનગર ખાતે તારીખ 29 જૂનના રોજ કરવામાં આવ્યું હતું. જો કે આ કોન્ફરન્સ 30 જૂન સુધી ચાલશે. આ ઈનોગ્યુરલ સેશનમાં શિક્ષણ મંત્રીની સાથે અમદાવાદના મેયર બિજલબેન પટેલ, ડૉ દીપક શિશૂ, પ્રોવોસ્ટ કર્ણાવતી યુનિવર્સિટી, વરસાબેન દોષી, બોર્ડ મેમ્બર ઓફ બીએઓ યુનિવર્સિટી, અમદાવાદ અને વિરેન્દ્ર રાવત, ફાઉન્ડર ગ્રીન મેન્ટર્સ જેવા મહાનુભાવાઓએ હાજરી આપી હતી.
 
 
નેશનલ ગ્રીન મેન્ટર્સ કોન્ફરન્સ યુનાઈટેડ નેશનના સસ્ટેનેબલ ગોલ પર ઈન્સ્પાયર્ડ એકડેમિક કોન્ફરન્સ છે. આ કોન્ફરન્સ દ્વારા સ્કૂલો અને કોલેજો તેમજ યુનિવર્સિટીઓને ગ્રીન એન્વાયરમેન્ટ પ્રતી આકર્ષવાનો રહ્યો હતો. ગ્રીન મેન્ટર્સનો કન્સેપ્ટ ન્યૂ એજ્યુકેશન પોલિસી અને તેમાં પણ નેચરને એજ્યુકેશન સાથે જોડવાનો છે. કેમ કે, ગ્રીન સ્કૂલનો કન્સેપ્ટ અત્યાર સુદી ઘણી સ્કૂલોમાં વર્લ્ડ વાઈડ જોવા મળી રહ્યો છે. જે હેતુથી ઈન્ડિયા કે જ્યાં પંચ મહાભૂતોનું મહત્વ રહેલું છે ત્યાં પણ આ કન્સેપ્ટને આ કોન્ફરન્સ દ્વારા લોકો સુધી પહોંચાડાયો હતો.
 
 
ગ્રીન મેન્ટર્સ કોન્ફરન્સમાં ઈન્સ્પાયરીંગ કી નોટ સ્પીકર્સ, એક્સપર્ટ દ્વારા ઈન્ફોર્મેટીક વર્કશોપ એન્ડ પ્રેઝન્ટેશન, રાઉન્ડ ટેબલ ડિસ્કશન, પોસ્ટર પ્રેઝન્ટેશન, ગ્રીન એજ્યુકેશન વગેરે આપવામાં આવ્યું હતું આ સાથે જ ગ્રીન મેન્ટર્સ અને ગ્રીન આંત્રપ્રિન્યોરને એવોર્ડ પણ 30 જુનના રોજ આપવામાં આવશે.  
 
 
ગ્રીન મેન્ટર્સની મહત્વની કોન્ફરન્સમાં ડીફરન્ટ ઓર્ગનાઈઝેશનમાંથી 24 સ્પીકર્સ હાજર રહયા હતા. જેમાં એનસીઆરીટ, જીસીઆરટી, સીબીએસઈ, એઆઈસીટીઈ, યુજીસી નાલંદા યુનિવર્સિટી બિહાર, જામિયા હમદર્દ યુનિવર્સિટી ન્યૂ દિલ્હી, ગરવાલ યુનિવર્સિટી ઉત્તરાખંડ, ત્રિવેન્દ્રમ યુનિવર્સિટી, કેરલા, એનઆઈડી અમદાવાદ, દુન સ્કૂલ આબુ ધાબી, બિરલા સ્કૂલ કતાર, ડીપીએસ સારજહાં યુએઈ વગેરે તરફથી કોન્ફરન્સમાં હાજરી આપવામાં આવી હતી. 
 
 
ગ્રીન સ્કૂલ એન્ડ યુનિવર્સિટી કન્સેપ્ટ દરેકને ઈનવોલ્વ કરશે નેચરને લઈને. આ સાથે સૌથી મહત્વનું એ છે કે, વિદ્યાર્થીઓ ગ્રીન એન્વાયરમેન્ટ પ્રતી વધારે જાગૃત થશે અને એન્વાયરમેન્ટ બેસ્ટ થવાના કારણે હેલ્થ અને સેફ્ટી પણ જળવાઈ રહેશે. જેનાથી સેવ મની એફીસિયન્સી વધશે. કેમ કે, સ્કૂલ અને યુનિવર્સિટીઓમાંથી નિકળેલા વિદ્યાર્થીઓ લોકોને બહાર જઈને ગ્રીન એન્વાયરમેન્ટનો મેસેજ આપશે આ ઉદ્દેશ્યથી કેમ્પેઈન શરૂ કરવામાં આવ્યું છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર