ગુજરાતમાં એક ચોંકાવનરો આંકડો સામે આવ્યો છે. ગુજરાત વિધાનસભામાં રજુ કરવામાં આવેલા આંકડા અનુસાર, ગુજરાતમાં દરરોજ લગભગ 18 મહિલાઓ ગુમ થાય છે.પાછલા બે વર્ષમાં 13,574 મહિલાઓ રાજ્યમાં ગુમ થઈ છે. જોકે આમાંથી 10,479 મહિલાઓ પાછી આવી ગઈ છે અથવા શોધી કાઢવામાં આવી છે. પરંતુ આ આંકડો ખરેખર ચિંતાજનક છે. વિધનસભામાં રજુ કરવામાં આવેલા આંકડા અનુસાર, અમદાવાદમાંથી સૌથી વધારે મહિલાઓ ગુમ થઈ છે, આ આંકડો(2908) છે, ત્યારપછી સુરત(2626), રાજકોટ(1177), મેહસાણા(873), વડોદરા(858), ગાંધીનગર(630), આણંદ(559), કચ્છ(387) છે.અમદાવાદ શહેરમાં 2016માં 1119 મહિલાઓ ગુમ થઈ હતી, જે આંકડો 2017માં વધીને 1507 થયો છે.