ગુજરાતના સૌથી મોટા બુટલેગરને ઝડપી પાડવામાં પોલીસ સફળ
ગુરુવાર, 8 ફેબ્રુઆરી 2018 (16:49 IST)
ગુજરાત પોલીસને સૌથી મોટી સફળતા મળી છે. છેલ્લા કેટલાય સમયથી નાસતો-ફરતો બુટલેગર આખરે ઝડપાઈ ગયો છે, જેના નામે અમદાવાદ સહિત રાજ્યમાં 100 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. કેટલાએ સમયથી તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, ગુજરાત પોલીસે રાજ્યના સૌથી મોટા બુટલેગરની અટકાયત કરી લીધી છે.
ચિરાગ અને સુનિલ દરજી નામના બંને આરોપીઓને રાજસ્થાનના ખેરવાડાના રહેવાસી છે. બેને આરોપી પર અમદાવાદમાં 25થી વધુ નોંધાયેલા છે, જ્યારે રાજ્યમાં તેમના નામે 100 જેટલા ગુના નોંધવામાં આવ્યા છે. એટલું જ નહીં આ આરોપીઓ રાજસ્થાન, પંજાબ અને હરિયાણામાં પણ વોન્ટેડ છે. આ આરોપી નાના વેપારીમાંથી બન્યો હતો મોટો દારૂનો વેપારી. તે હરિયાણા-પંજાબથી દારૂ મંગાવતો અને ગુજરાત-રાજસ્થાન બોર્ડર પરથી હેરાપેરી કરતો હતો. બિછવાડામાં ટ્રકો રોકી ગેરકાયદે માલની હેરાફેરી કરતો હતો. બિછવાડાથી દારૂની કટિંગ કરી ગુજરાતમાં સપ્લાય કરતો હતો. આ રીતે તે 2 વર્ષમાં દારૂના વેપારી તરીકે બની બેઠો બાદશાહ. ડુંગરપુર પોલીસ પણ છેલ્લા કેટલાય સમયથી તેને શોધી રહી હતી. આ આરોપીઓને પોલીસની પણ બીક ન હતી. ડુંગરપુરથી પોતાનું નેટવર્ક ચલાવી રહ્યો હતો.