ભાજપનું ફોકસ હવે ગામડાઓ પર રહેશે. નવી રણનિતી તૈયારી

સોમવાર, 1 જાન્યુઆરી 2018 (12:42 IST)
વિધાનસભાની ચૂંટણીઓમાં ગામડાઓમાં મળેલા ઝટકા બાદ ભાજપ હવે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ગામડાંઓને વધુ પ્રાધાન્ય આપવાની રણનિતી બનાવી રહ્યું છે. ફેબ્રુઆરીમાં 75 નગર પાલિકાઓ અને બનાસકાંઠા જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાવાની છે. આ માટે રાજ્ય ચૂંટણીપંચ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવશે. ભાજપના કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં બેઠક મળી છે. બેઠકમાં પ્રદેશ મહામંત્રીઓ, પ્રમુખો સાથે આગામી રણનિતી પર ચર્ચા થઈ રહી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં શહેરોમાં ભાજપ જ્યારે ગામડાઓમાં કોંગ્રેસ મેદાન મારી ગઈ હતી. ગામડાઓમાં અને સૌરાષ્ટ્રમાં ભાજપનું ધોવાણ થયું હતું. ફેબ્રુઆરીમાં જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે ભાજપે અત્યારથી જ ડેમેજ કંટ્રોલ શરૂ કરી દીધું છે. આ માટે રણનીતિ ઘડવામાં આવી રહી છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર