ટેક્ષટાઈલ્સ ઈન્ડિયા-૨૦૧૭- મોદીના હસ્તે ભારતના સૌથી વિશાળ મેગા ટેક્ષટાઈલ્સ ટ્રેડ ફેરનો ભવ્ય શુભારંભ
શુક્રવાર, 30 જૂન 2017 (17:33 IST)
મેગા ટેક્ષટાઈલ્સ ટ્રેડ ફેરની વિશેષતાઓ :-
Ø ૨૫૦૦ ઈન્ટરનેશનલ બાયર્સ
Ø ૧૦૦૦થી વધુ ઈન્ટરનેશનલ એન્ડ ડોમેસ્ટિક એક્ઝિબિટર્સ
Ø ૧૫,૦૦૦ ડોમેસ્ટિક વિઝટર્સ
Ø ૭૮,૦૦૦ ચો.મી. વિસ્તારમાં ટ્રેડ ફેર
૧૩ એક્ઝિબિશન-પેવેલિયન હોલ
વડાપ્રધાન મોદીના હસ્તે ટેક્ષટાઈલ્સ ઈન્ડિયા-૨૦૧૭ અંતર્ગત હેલિપેડ ગાંધીનગર ખાતે ભારતના પ્રથમ સૌથી વિશાળ મેગા ટેક્ષટાઈલ્સ ટ્રેડ ફેરનો આજે ભવ્ય શુભારંભ કરાયો. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ, કેન્દ્રીય ટેક્ષટાઈલ મંત્રી સ્મૃતિ ઈરાની ઉપસ્થિત રહ્યાં હતા. મોદીએ ફેરનું ઉદઘાટન કરીને થીમ પેવેલિયન-૧ની મુલાકાત લઈને વિવિધ રાજ્યો-દેશોના ટેક્ષટાઈલ્સ સ્ટોલ્સ રસપૂર્વક નિહાળ્યા હતા. ટેક્ષટાઈલ્સ ઈન્ડિયા-૨૦૧૭ હેઠળ હેલિપેડ ગાંધીનગર ખાતે તા. ૩૦મી જૂન અને ૧-૨ જૂલાઈ-૨૦૧૭ દરમિયાન ૭૮,૦૦૦ ચો.મી વિસ્તારમાં યોજાનાર આ મેગા ટેક્ષટાઈલ્સ ટ્રેડ ફેરમાં ૨,૫૦૦ જેટલાં ઈન્ટરનેશનલ બાયર્સ, ૧૫,૦૦૦ ડોમેસ્ટિક વિઝીટર્સ અને ૧,૦૦૦થી વધુ ઈન્ટરનેશનલ એન્ડ ડોમેસ્ટિક એક્ઝિબિટર્સ ભાગ લેશે.
ત્રિદિવસીય મેગાટેક્ષટાઈલ્સ ટ્રેડ ફેરમાં ૨૨ રાઉન્ડ ટેબલ અને ૬ કોન્ફરન્સ યોજાશે વિવિધ ૧૩ એક્ઝિબિશન હોલ-થીમ પેવેલિયનમાં અલગ-અલગ દેશના કન્ટ્રી સેશન અને સ્ટેટ સેશનની સાથે B2B, B2G અને G2G પણ યોજાશે. આ ટ્રેડ ફેરમાં ગુજરાત સહિત મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, આસામ, કર્ણાટક, ઝારખંડ અને તેલંગણા રાજ્યોના વિવિધ થીમ પેવેલિયન-સ્ટોલ્સ ગોઠવવામાં આવ્યા છે. આ મેગા ટેક્ષટાઈલ્સ ટ્રેડ ફેર દરમિયાન યોજાનાર વિવિધ સેશનમાં કેન્દ્રીય મંત્રીઓ સહિત ટેક્ષટાઈલ્સ જગતના ઉદ્યોગપતિઓ-તજજ્ઞો પોતાના ચાવીરૂપ વકતવ્યો આપશે.