દક્ષિણ ગુજરાતમાં 180 પ્રકારની કેરીનું થાય છે ઉત્પાદન

બુધવાર, 7 જૂન 2017 (12:43 IST)
કેરીની સિઝન શરૂ થાય ત્યારે હાફૂસ અને ગીર તથા કચ્છની કેસર કેરીનું નામ લોકાભીમુખ થાય છે. ત્યારે ખૂબ ઓછા લોકોને ખબર હશે કે  દક્ષિણ ગુજરાતમાં 180થી વધારે પ્રકારની કેરીનો પાક  થાય છે.  વસલાડના પરિયામાં નવસારી એગ્રીકલ્ચર યૂનિવર્સિટીનું ફળો માટેનું રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ સેન્ટર છે. અત્યાર સુધી ખેતરમાં 173 પ્રકારની કેરીનું ઉત્પાદન કરવામાં આવ્યું છે, જેમાં હાફુસ, રાજાપુરી, કેસર તેમજ 20 વિદેશી પ્રકારની કેરી પણ શામેલ છે. ઉત્તર ભારતની ફેવરિટ લંગડો અને દશેરી કેરી, દક્ષિણ ભારતની બેગનપલ્લી, પૂર્વ ભારતની હિમસાગર કેરી અને પશ્ચિમ ભારતની કેસર, મુંબઈગારો, દાડમ અને સરદાર કેરી, તેમજ 20 અલગ અલગ પ્રકારના રંગોની કેરીનું ઉત્પાદન થાય છે.

અહીં તમને બ્લ્યુ, પર્પલ, લાલ તેમજ ઓરેન્જ કલરની કેરી જોવા મળશે. સાઉથ ગુજરાતનું વાતાવરણ કેરી માટે ઘણું અનુકુળ છે. જેમ કે નિલમ અને હાફુસને હાઈબ્રિડ કરીને નિલફાન્સો, નિલેશ્વરી અને સોનપરીને હાયબ્રિડ કરીને નિલેશાન.લોકલ ખેડૂતોમાં સોનપરી કેરી ઘણી પ્રખ્યાત છે. ઘણાં લોકો સોનપરી કેરી વધારે પસંદ કરે છે. સોનપરી કેરીનો કેસર જેવો જ ભાવ હોય છે.દક્ષિણ ગુજરાતમાં હાફુસ, કેસર, રાજાપુરી, લંગડો, દશેરી, તોતાપુરી, સુંદરી, પાયરી, ગધેમલ, દાડમ, સરદાર, કરંજીઓ, સફરજનીઓ, આમ્રપાલી, નિલફાન્સો, રત્ના, મલ્લિકા, સોનપરી, વનલક્ષ્મી, ચૌસા, વનરાજ, નીલમ, હિમસાગર, બેગમપલ્લી, વસીબદામી, હૈદરાબાદી બદામ, વગેરે પ્રકારની કેરીની ખેતી થાય છે.
 
 
 

વેબદુનિયા પર વાંચો