ભિલોડામાં એક દાયકાથી બળદનો મેળો ભરાય છે, એક રૂપિયાના બાનામાં બળદ વેચાય છે

મંગળવાર, 9 મે 2017 (14:37 IST)
સાબરકાંઠા જિલ્લાના ભિલોડાના ધોલવાણી ત્રણ રસ્તે છેલ્લા દશથી પંદર વર્ષથી જાતવાન બળદોનો મેળો
ભરાય છે. બનાસકાંઠા જિલ્લાના થરાદ, ડીસા, ધાનેરા, રાણીવાડા, સાંચોરના આજુબાજુના એરીયામાંથી જાતવાન બળદો લાવી વણઝારા જ્ઞાતિના બળદના વેપારી બળદનો વેપાર કરે છે.

ધોલવાણીના ત્રણ રસ્તે બળદ જોવા અને ખરીદવા ખેડુતો દુર-દુરથી આવે છે.જાગૃત ખેડુતોના જણાવ્યા મુજબ એક બળદની જોડ રૃા.રપ,૦૦૦/- થી માંડીને રૃા.પ૦,૦૦૦/- થી રૃા.પપ,૦૦૦/-સુધીનો ભાવ એક જોડનો બોલાય છે પણ આજના ટ્રેક્ટર યુગમાં પણ બળદની જરૃર તો પડે છે. ફક્ત એક રૃપિયાનું બાનુ કાં તો રૃા.૧૦૧/-નું બાનું લઈ ૧પ દિવસના વાયદે બળદ આપે છે તેમ પણ જાણવા મળ્યું છે. તેમજ આ સ્થળે ટેમ્પા અને ડાલા જીપ માલીકો સવાર સાંજ બેઠી પથારી બેઠા હોય છે.

વેબદુનિયા પર વાંચો