રતના ભામાશા લવજી બાદશાહનો પ્લાન - રૂપિયા 200 કરોડની બાદશાહ સુકન્યા બોન્ડ યોજના

બુધવાર, 3 મે 2017 (14:56 IST)
પીએમ મોદીની 'બેટી બચાવો' અભિયાનથી પ્રભાવિત થઈ સુરતના ભામાશા લવજી બાદશાહે(ડાલીયા) પાટીદાર દીકરીઓને બોન્ડ અર્પણ કર્યા હતા. બાદશાહ સુકન્યા બોન્ડ યોજના 2015 અને 2016માં ગુજરાતમાં જન્મેલી 10 હજાર પાટીદાર દીકરીઓ માટે રૂપિયા 200 કરોડની બાદશાહ સુકન્યા બોન્ડ યોજના અમલમાં મૂકવામાં આવી છે. જેમાં સુરતમાં 969 દીકરીઓને 2 લાખના બોન્ડ અર્પણ કરવામાં આવ્યા હતા. સુરતમાંથી વર્ષ 2006માં બેટી બચાવો મહાઅભિયાન શરૂ થયું હતું. આ અભિયાનને 10 વર્ષ પૂર્ણ થતાં હોવાથી તેની ઉજવણીના ભાગરૂપે પાટીદાર સમાજના એવા મા-બાપ કે જેને બે દીકરીઓ હોય તેમને દીકરીના નામના બોન્ડ આપવામાં આવી રહ્યા છે. 10 હજાર દીકરીઓને બોન્ડ આપવાનું બીડું લવજીભાઇ બાદશાહ ઝડપ્યું હતું. આ યોજના અંતર્ગત વર્ષ 2015માં જન્મેલી 5 હજાર દીકરીઓ માટે અર્પણ કાર્યક્રમ ગત વર્ષ સુરત, રાજકોટ અને અમદાવાદ ખાતે યોજાયો હતો. જ્યારે ગત રોજ 969 દીકરીઓને બોન્ડ આપવમાં આવ્યા હતા. અત્યાર સુધી 5969 દીકરીઓને બોન્ડ અપાઈ ચૂક્યા છે.

વેબદુનિયા પર વાંચો