ડિજિટલ ઇન્ડિયાની વાતો વચ્ચે ચરોતરના ગામડામાં આજે પણ અંધશ્રદ્ધાનું ભૂત ધૂણી રહ્યું છે. ઉમરેઠ તાલુકાના ભરોડા ગામે ગ્રામપંચાયતની ચૂંટણીમાં ભારે રસાકસી જામી છે. ત્યારે સરપંચની દાવેદારી કરનાર ઉમેદવારો દાવપેચની સાથે સાથે તાંત્રિકનો આશરો લીધો છે. એક ઉમેદવારે સ્મશાનમાં સામા પક્ષના ઉમેદવારને હરાવવા માટે ચાર તાંત્રીકો બોલાવી યજ્ઞ કરાવી માતા ફરતી મુકી હોવાની વાત વહેતી મુકી હતી. જ્યારે સામે પક્ષે તેના જવાબમાં કાળા તલની વિધિ કરીને તેના વિસ્તારમાં ફેંક્યા હતા. જેના પગલે ગામમાં ભારે ચકચાર મચી ગઇ હતી.