અમદાવાદમાં સંઘના મુસ્લિમ સંગઠનના ભારતના નક્શામાંથી J&Kનો અડધો હિસ્સો ગાયબ

બુધવાર, 5 એપ્રિલ 2017 (15:53 IST)
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)સાથે સંબંધિત સંગઠન મુસ્લિમ રાષ્ટ્રીય મંચ (MRM) વિવાદોમાં ફસાયું છે. અમદાવાદ શહેરમાં MRM સંગઠને પોતાનું હેડક્વાર્ટર ખોલ્યું. ત્યારે એક સાઇનબોર્ડ પર ભારતનો ખોટો નકશો પ્રદર્શિત કર્યો હતો. ભારતના નક્શામાં જમ્મુ-કાશ્મીરનો એક મોટા ભાગને સામેલ કરાયો નહોતો. જમ્મુ અને કાશ્મીરના ઉત્તર ભાગને નક્શામાં દેખાડ્યો નહોતો. આ એ જ વિસ્તાર છે જે LoCની બહાર છે.

આ અંગે સંબંધિત અધિકારીએ આ અંગે કંઇ જવાબ આપી શકયા નહોતા. સાઇનબોર્ડ પર આરએસએસ નેતા ઇંદ્રેશ કુમાર અને કેટલાંક લોકલ મુસ્લિમ નેતાઓની તસવીરો હતી, જે ભાજપા સાથે જોડાયેલા છે. પૂર્વ આઈપીએસ ઓફિસર અને ગુજરાત વક્ફ બોર્ડના ચેરમેન એઆઇ સૈયદની તસવીર પણ સાઇનબોર્ડમાં સામેલ છે. આ અંગે એ.આઇ.સૈયદે એક અગ્રણી અખબારને જણાવ્યું હતું કે તેમને આ ઑફિસ કયાં ખુલી છે તે અંગે ખ્યાલ નથી, આ અંગે તેઓ તપાસ કરશે.

વેબદુનિયા પર વાંચો