સરસ્વતી નદીમાંથી મળી આવી પ્રાચીન મુર્તિઓ

શુક્રવાર, 24 માર્ચ 2017 (12:57 IST)
પાટણ નજીક આવેલા હરિહર મહાદેવના મંદિર પરીસરની પાછળના પટ્ટમાંથી ગેરકાયદેસર ચાલી રહેલા ખોદકામ દરમિયાન પુરાતન મૂર્તિઓ તેમજ અન્ય કોતરણી વાળા જુના અવશેષો મળી આવ્યા હોવાની જાણ ગુરૂવારની મોડી સાંજે પાટણ મામલતદાર ને થતા તેઓએ આ બાબતે પુરાતન ખાતાને તેમજ બી ડિવીઝન પોલીસને જાણ કરી ઘટતી તપાસ હાથ ધરવા જણાવ્યુ હતું. આ બાબતે નદીના પટ્ટ વિસ્તારપાસેના ખેતરોના માલિકોને પુછતા હરિહર મહાદેવ મંદિરની પાછળ આવેલી સરસ્વતિ નદીના પટમાંથી છેલ્લા દોઢ બે વર્ષથી કેટલાક શખ્સો ધ્વારા ટ્રેકટર અને ટ્રર્બાઓ મારફત ગેરકાયદેસર રેતી ભરવાની પ્રવૃતિ ચાલી રહી છે. ત્યારે એકાદ સપ્તાહ પહેલા નદીમાં પટ્ટમાં રેતી ભરવા માટે જેસીબી મશીનથી ચાલી રહેલી ખોદકામ દરમિયાન ગુરૂવારે પુરાતન બે મૂર્તિઓ આશરે 2 ફુટની તેમજ કોતરણી વાળા અન્ય અવશેષો નિકળતા ખોદકામની કામગીરી કરી રહેલા મજુરોએ તેને સાઇડમાં મુકી દીધી હતી.  ત્યારે ગુરૂવારની મોડી સાંજે આ બાબતની જાણ પાટણ મામલતદારને થતા તેઓએ પુરાતન ખાતાને તેમજ બી ડીવીઝન પોલીસને જાણ કરી તપાસ કરવા જણાવ્યુ હતું. ઉપરોકત મળેલી મૂર્તિઓ બાબતે હજુ સુધી તંત્ર ધ્વારા કોઇ જ તપાસ હાથ ધરવામાં આવી નથી.

વેબદુનિયા પર વાંચો