જાંબુધોડાના એક ગામમાં છ પગ વાળું વાછરડું જનમ્યું, લોકોમાં કૂતૂહલ

સોમવાર, 20 માર્ચ 2017 (14:11 IST)
પંચમહાલ જિલ્લા નજીક સ્થિત જાંબુગોડા પાસેના એક ગામમાં ખેડૂતના ઘરે ગાયે બે વાછરડાને જન્મ આપ્યો હતો. જેમાંનું એક વાછરડું જન્મ લેતાની સાથે જ મૃત્યુ પામ્યું હતું. જ્યારે બીજુ વાછરડું પણ છ પગ વાળું જન્મતા લોકો તેને જોવા માટે દોડી આવ્યાં હતાં.  વાછરડાને છ પગ હોઇ અને ગાય ને સૌ કોઇ ધાર્મીક દષ્ટિએ પુજનીય ગણાતા હોય લોકો તેને જોવા એકત્રિક થયા હતા. આ વાછરડા ને આગળ ના બે પગ પૈકી એક પગ નબળો છે અને પાછળ બે મોટા અને બે નાના પગમાં મોટા બંને પગ પર વજન આપી તે સ્થિર રહી શકતું નથી જેથી તેને ઉચકીને ગાયનું ધાવણ પિવડાવવામાં આવતું હોવાનું માલિક ખેડુતે જણાવ્યું હતું. પશુચિકિત્સકે જણાવ્યું હતું કે આને જનીનીક ખામી કહેવાય, ગર્ભનો અયોગ્ય, અસાધારણ વિકાસ થયો હોય જેમાં એક ગર્ભના વિકાસ સાથે અન્ય ગર્ભના કોષો નો સમુહ વિકાસથાય ત્યારે અસાધારણ અંગો વાળું વાછરડુ જન્મે જેને એબનોર્મલ ડિલીવરી કહેવાય પશુ ચિકિત્સક પાસે ઓપરેશનથી દુર કરી શકાય.

વેબદુનિયા પર વાંચો