દુષ્કાળ રહિત સુખપર ગામમાં વરસાદી પાણીના સંગ્રહ માટે 25,000 લિટર સુધીના ટાંકા

સોમવાર, 20 માર્ચ 2017 (12:02 IST)
આજના યુગનો ઉનાળો પાણી માટે વલખા મારતી પ્રજાને બાળી રહ્યો છે ત્યારે પાણી માટે સરકાર અને અન્ય સંગઠનો અભિયાન ચલાવી રહ્યાં છે. તે છતાંય આ સમસ્યા હજી યથાવત રહેવા પામી છે. દેશમાં પાણીનો પ્રશ્ન સૌથી વિકટ પ્રશ્ન બન્યો છે ત્યારે ગુજરાતના ભૂજ જિલ્લાનું એક ગામ પાણી બચાવવા માટે ઉદાહરણ રૂપ સાબિત થયું છે. 

સુખપર ગામમાં  25,000ની વસતી છે. આ ગામમાં વરસાદી પાણીના સંગ્રહની 70 વર્ષ જુની પરંપરા છે. ગામમાં વરસાદી પાણીના સંગ્રહ માટે 5000 થી 25,000 લિટર સુધીના ટાંકા બનાવાયા છે.  સરકારની કોઇપણ જાતની સહાયની અપેક્ષા વગર સુખપરના લોકોએ વર્ષોની પરંપરા જાળવી છે.  આ વરસાદી પાણીના સંગ્રહ માટે ગામની શાળાઓ,મંદિરો,સમાજવાડીઓ અને 80 ટકા મકાનોમાં બે અંડરગ્રાઉન્ડ ટાંકા બનાવવામાં આવે છે જેમાં એક ટાંકામાં પંચાયતનું પાણી હોય છે અને બીજા ટાંકામાં વરસાદી પાણીનો સંગ્રહ કરવામાં આવે છે. વરસાદ પડતાં ધાબાનું પાણી એક ખાસ પાઇપ વાટે નીચે જે ટાંકો બનાવવામાં આવ્યો હોય તેમાં જમા થાય અને આ ટાંકામાં પાણીને ફિલ્ટર કરવા માટેની લેયર રાખવામાં આવી હોય છે.

વેબદુનિયા પર વાંચો