આખરે વનવિભાગના નાઈટ વિઝન કેમેરામાં વાઘ ઝડપાયો પણ ગયો ક્યાં તેની શોધ શરુ
મંગળવાર, 12 ફેબ્રુઆરી 2019 (16:05 IST)
ગુજરાતમાં વાઘ આવ્યો વાઘ આવ્યોની બુમો આખરે સાચી ઠરી છે. રાજ્યના મહિસાગર જિલ્લાના લુણાવાડામાં એક પ્રાથમિક શાળાના શિક્ષકે વાઘને જોયો હોવાની વાત આખરે વન વિભાગે માનવી પડી છે. હવે આ વાઘને શોધવા 100થી વધારે કર્મચારીઓની ટીમ લગાડવામાં આવી છે. લુણાવાડામાં વાઘ હોવાનું કન્ફર્મ થતાં તેની સઘન શોધખોળ શરુ કરી દેવામાં આવી હતી. જેમાં છેલ્લા બે દિવસમાં કેટલાક વૃક્ષોના થડ પર વાઘે નખ ઘસ્યા હોય તેવા નિશાન તેમજ તેના વાળ પણ મળી આવ્યા હતા. વાઘના પંજાના નિશાન પણ મળતા વાઘ આટલામાં જ ફરતો હોવાનું નક્કી થઈ ગયું હતું. લુણાવાડામાં દેખાયેલો વાઘ મહારાષ્ટ્રના મેલઘાટથી મધ્ય પ્રદેશ બોર્ડર થઈને ગુજરાતમાં પ્રવેશ્યો હોઈ શકે છે. વાઈલ્ડ લાઈફ એક્સપર્ટના જણાવ્યા અનુસાર, મેલઘાટ ટાઈગર સેન્ચ્યુરી ગુજરાત બોર્ડરની નજીક છે. આ વિસ્તાર સાતપુરા રેંજ, પેંચ નેશનલ પાર્ક અને કાન્હા ટાઈગર રિઝર્વ સાથે સંકળાયેલો છે. એક્સપર્ટ્સનું માનવું છે કે, આ વાઘ એકલો મેલઘાટથી ગુજરાતમાં પ્રવેશ્યો હોવાની શક્યતા નકારી ન શકાય. આ વાઘ પોતાના વિસ્તારમાંથી બહાર નીકળી ગુજરાતમાં આવ્યો હોઈ શકે છે. પેંચ અને કાન્હા મેલઘાટને અડેલા હોવાથી અહીં વાઈલ્ડલાઈફ મૂવમેન્ટનો નેચરલ કોરિડોર રચાયેલો છે. આ રુટ પરથી જ વાઘ અહીં આવ્યો હોવાની શક્યતા છે.આ વાઘ એક વાર મળી જાય તે પછી તે ક્યાંથી આવ્યો છે તેની વધુ ચોક્કસ માહિતી મળી શકશે. વન વિભાગના અધિકારીઓનું માનવું છે કે, જાન્યુઆરી 2018માં એમપીના જાંબુઆમાં એક વાઘ એકલો જોવા મળ્યો હતો. આ જ વાઘ ગુજરાતમાં પ્રવેશ્યો હોઈ શકે છે, અને તેણે જેટલા પણ શિકાર કર્યા તે શિકાર દીપડાએ કરેલા હોવાની ગેરસમજથી તેની હાજરીની નોંધ મોડી લેવાઈ હોવાની શક્યતા છે. ગયા વર્ષે એક નર વાઘ માદાની શોધમાં મધ્ય પ્રદશના દેવાસ, ઉજ્જૈન, ધાર અને જાંબુઆ જિલ્લાના જંગલોમાં 250 કિલોમીટર ફર્યો હતો. ત્રણ વર્ષનો આ નર વાઘ રાજસ્થાનના બાંસવાડાથી એમપીના જાંબુઆ વચ્ચે જોવા મળ્યો હતો. ગુજરાત બોર્ડર પણ તેનાથી નજીક છે, અને પશ્ચિમ તરફે તે 30 કિમીનું અંતર કાપી