વિનય શાહ કરતાં પણ મોટું કૌભાંડ હોવાની શંકા, અમદાવાદમાં વધુ બે કંપનીઓ ચર્ચામાં આવી

શુક્રવાર, 16 નવેમ્બર 2018 (12:53 IST)
ગુજરાતમાં હાલમાં એક મુદ્દો સૌથી વઘુ ચર્ચાઈ રહ્યો છે તે વિનય શાહનો 260 કરોડના કૌભાંડનો છે. ત્યારે અમદાવાદમાં વધુ બે ઠગ કંપનીઓ સામે આવતાં સમગ્ર ગુજરાતમાં ચકચાર મચી જવા પામી છે. વિનય શાહ કરતાં પણ મોટું કૌભાંડ હોવાની આશંકા વ્યકત કરાઇ છે. ઉસ્માનપુરાની વધુ બે કંપનીઓ રડારમાં આવી છે. જેમાંની એકનું નામ કીમ ઇન્ફ્રા.એન્ડ ડેવલપર્સ લિમિટેડ છે તો બીજી કંપનીનું નામ હેલ્પ ફાઇનાન્સ લિમિટેડ હોવાની વાત સામે આવી છે. આ બે કંપનીઓ સામે ફરિયાદ નોંધાઇ છે. કંપનીઓ ફિક્સ ડિપોઝીટ-મંથલી સ્કીમ ચલાવતી હતી. એકના ડબલ કરી આપવાના ફિરાકમાં કંપનીઓએ છેતરપિંડી કરી હતી. બે કંપનીનું ઉઠમણું થતા ફરિયાદ નોંધાઇ છે. તો આ સાથે જ અનેક ચોંકાવનારા ખુલાસા સામે આવે તેવી શક્યતા છે. મહત્વનું છે કે 10 વર્ષથી ઠગ કંપની ચાલતી હતી. ઘટનાને પગલે સંચાલકો ઓફિસે તાળા મારી ફરાર થતાં વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી સઘન તપાસ કરાઇ છે. વધુમાં ભાવનગર અને દિલ્હીમાં આ ઠગ કંપનીએ છેતરપિંડી કરી હોવાની વાત સામે આવી છે.
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર