ગુજરાતની હાસ્યાસ્પદ દારૂબંઘી

સોમવાર, 14 ઑગસ્ટ 2017 (13:46 IST)
ગુજરાતની હાસ્યાસ્પદ દારૂબંઘી પોલીસને જ નડી રહી છે. જો પોલીસ ધારે તો એક ટીપું દારૂ ના વેચાઈ શકે.
બોરસદના સૈયદ ટેકરા વિસ્તારમાં બુટલેગરો પર દરોડા પાડવા માટે પહોંચેલી પોલીસના વાહન પર પથ્થરમારો  થતાં ભારે ખળભળાટ મચી ગયો હતો. જેને પગલે જિલ્લા પોલીસ વડાએ તાત્કાલિક  90 જેટલા પોલીસકર્મીઓને ઘટનાસ્થળે ઉતારી કોમ્બીંગ હાથ ધર્યું હતું. જોકે, બુટલેગર હાથ આવ્યો નહોતો. બોરસદ સૈયદ ટેકરા વિસ્તારમાં વર્ષોથી સ્થાનિક બુટલેગરો દ્વારા વિદેશી દારૂનો વેપલો કરવામાં આવી રહ્યો છે ત્યારે રવિવારે પોલીસને બાતમી મળી હતી કે સૈયદ ટેકરા મેવાડા ફળિયા પાસે અલીહુશેન સૈયદના મકાનમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ઉતારવામાં આવ્યો છે.  બોરસદ ટાઉન પોલીસ સ્ટેશનના પી.આઈ પી.ડી.પરમાર સ્ટાફ સાથે બે પોલીસ જીપ લઇ સૈયદ ટેકરા વિસ્તારમાં આવેલ બુટલેગરના મકાન પર રવિવારે બપોરે રેડ કરવા ગયા હતા અને બુટલેગરના ઘરની બાજુમાં આવેલ ઓરડી જેવા મકાનમાં તપાસ કરતા તેમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. જેને પોલીસે જીપમાં દારૂનો જથ્થો ભર્યો હતો. તે સમય દરમિયાન પોલીસકર્મીઓ સાથે બુટલેગરને બોલાચાલી થઇ હતી. જેને લઇ મામલો ગરમાયો હતો. અને પોલીસે તત્કાલ વિદેશી દારૂનો જથ્થો જીપમાં ભરી દીધો હતો. આજ સમયે પોલીસ ટીમ પર એકાએક મકાનની ઉપરથી પથ્થરમારો થયો હતો.પથ્થરમારામાં પોલીસની જીપનો મુખ્ય કાચ તૂટી ગયો હતો. ઘટનાને પગલે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર