ભાજપના નેતાઓમાં પણ આક્રોશઃ ખખડધજ રસ્તાઓ પર ભાજપના આઈકે જાડેજાએ સવાલ ઉઠાવ્યો

ગુરુવાર, 12 સપ્ટેમ્બર 2019 (12:38 IST)
એક બાજુ દેશમાં મંદીનો માર બીજી બાજુ રોજગારીનો પ્રશ્ન અને ખૂટતું હોય એમ નવો મોટર વ્હિકલ એક્ટનો બમણો દંડ પ્રજાની કમર તોડી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં ભાજપના જ એક સિનિયર નેતાએ તંત્ર અને સરકારની પોલ ખોલી નાંખી છે. નવા મોટર વ્હીકલ હેઠળ વાહન ચાલકો પાસેથી મસમોટા દંડ વસૂલવામાં આવી રહ્યા છે, જેનો પ્રજામાં સોશિયલ મીડિયામાં રોષ જોવા મળી રહ્યો છે. પ્રજાની સાથે સાથે ભાજપના નેતાઓમાં પણ હવે આક્રોશ શરૂ થઈ ગયો છે. ગુજરાત સરકારની રસ્તાની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. ભાજપના સિનિયર આગેવાન અને પૂર્વ મંત્રી આઈ.કે.જાડેજાએ ટ્વિટ કરીને બિસ્માર રસ્તાઓની પોલ ખોલી છે.અઢી મહિના પહેલાં જ બોપલને સમાંતર રિંગ રોડથી વાયએમસીએ ક્લબ સામેના રોડ સુધી મેગા લાઈન નંખાઈ હતી. રોડની બંને તરફ આ કામગીરી પછી માત્ર કપચીનું પુરાણ કરાયું હતું. પરંતુ શહેરમાં પડેલા ધોધમાર વરસાદથી આખો રોડ બિસ્માર થઈ ગયો છે. આ રોડ બેસી જવાની ભીતિ અંગે મ્યુનિસિપલ કોર્પોરેશન જાણતી હોવા છતાં યોગ્ય પેચવર્ક કરાયું ન હતું. ત્યાર બાદ માત્ર કપચી પુરાણ કરીને રોડ ફરી અવર-જવર માટે શરૂ કરાયો છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર