કોરોનાકાળમાં દર્દીઓની સેવા માટે નવી 150 એમ્બ્યુલન્સ તાત્કાલિક ખરીદવામાં આવશે

સોમવાર, 19 એપ્રિલ 2021 (22:39 IST)
કોરોનાના આ કપરા સમયમાં રાજ્ય સરકાર તાત્કાલિક 150 નવી એમ્બ્યુલન્સ ખરીદીને દર્દીઓની સેવામાં વધારો કરશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે આ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, નવી એમ્બ્યુલન્સ તાત્કાલિક મળી જાય તે માટે કંપની સાથે પરામર્શ કરવામાં આવ્યો છે અને એક અઠવાડિયામાં નવી 150 એમ્બ્યુલન્સ કોરોના સામેના યુદ્ધમાં આરોગ્ય તંત્રના કાફલામાં જોડાઇ જાય એ પ્રકારે આયોજન કરવામાં આવ્યું છે.
 
આજે કોર કમિટીની મિટિંગમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સમીક્ષા કરતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ  150 નવી એમ્બ્યુલન્સ તાત્કાલિક લેવાનો નિર્ણય કર્યો હતો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર