હવામાન વિભાગે આગાહી કરી હતી કે 10 ઓક્ટોબરનાં રોજ રાજ્યમાંથી ચોમાસું વિદાય લેશે. તે પહેલા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ફરીથી વરસાદી માહોલ સર્જાયો છે. જ્યારે હજી બે દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે નવરાત્રીનાં છેલ્લા દિવસોમાં મેઘરાજા ખેલૈયાનાં રંગમાં ભંગ કરી શકે છે. રાજ્યમાં બે દિવસ અમદાવાદ સહિત દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં નવસારી, સુરત, ડાંગ તથા તેની આસપાસનાં વિસ્તારોમાં વરસાદ ખાબકવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, રાજકોટ, જૂનાગઢનાં અનેક વિસ્તારોમાં તથા ઉત્તર ગુજરાતનાં બનાસકાંઠામાં વરસાદી માહોલ સર્જાવવાની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, રાજકોટ, જૂનાગઢનાં અનેક વિસ્તારોમાં તથા ઉત્તર ગુજરાતનાં બનાસકાંઠામાં વરસાદી માહોલ સર્જાવવાની આગાહી કરવામાં આવી છે.