નળસરોવરમાં 18 મહિના બાદ હવે સહેલાણિઓ બોટિંગની મજા માણી શકશે

સોમવાર, 14 ઑક્ટોબર 2019 (12:21 IST)
નળ સરોવરમાં આશરે 18 મહિના બાદ રવિવારથી બોટિંગ શરૂ થયું છે. ગત વર્ષે દિવાળી વખતે સરોવરમાં પાણી ઓછું હતું. જ્યારે માર્ચ 2019માં સરોવર સાવ ખાલી થઈ ગયું હતું. જેના કારણે બોટિંગ ઘણાં સમયથી બંધ જ હતું. જોકે, ત્યારબાદ આ ચોમાસમાં ભારે વરસાદના કારણે સરોવરમાં 7થી 7.50 ફૂટ પાણી ભરાયું છે. જેના કારણે અહીં બોટિંગ ફરીથી શરૂ થતાં લોકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. મહત્વનું છે કે આ સરોવર 11 ફૂટ ઉપર જાય તો ઓવરફ્લો થાય છે. નળ સરોવર ખાતે બોટિંગની ફી હાલમાં 220 રૂપિયા વ્યક્તિદીઠ લેવામાં આવે છે. પરંતુ સોમવારે એટલે આજે આ ફી માં વધારો થઈ શકે છે. સ્થાનિક લોકો જે નૌકાવિહાર કરાવે છે તેઓ, તેમના આગેવાનો અને ફોરેસ્ટના અધિકારીઓ વચ્ચે સોમવારે યોજાનારી બેઠકમાં ફીમાં વધારા અંગેનો અંતિમ નિર્ણય લેવામાં આવશે. નળ સરોવર ખાતે બોટિંગની ફી હાલમાં 220 રૂપિયા વ્યક્તિદીઠ લેવામાં આવે છે. પરંતુ સોમવારે એટલે આજે આ ફી માં વધારો થઈ શકે છે. સ્થાનિક લોકો જે નૌકાવિહાર કરાવે છે તેઓ, તેમના આગેવાનો અને ફોરેસ્ટના અધિકારીઓ વચ્ચે સોમવારે યોજાનારી બેઠકમાં ફીમાં વધારા અંગેનો અંતિમ નિર્ણય લેવામાં આવશે. નળ સરોવર ખાતે બોટિંગની ફી હાલમાં 220 રૂપિયા વ્યક્તિદીઠ લેવામાં આવે છે. પરંતુ સોમવારે એટલે આજે આ ફી માં વધારો થઈ શકે છે. સ્થાનિક લોકો જે નૌકાવિહાર કરાવે છે તેઓ, તેમના આગેવાનો અને ફોરેસ્ટના અધિકારીઓ વચ્ચે સોમવારે યોજાનારી બેઠકમાં ફીમાં વધારા અંગેનો અંતિમ નિર્ણય લેવામાં આવશે. 
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર