Nadiad: A bus full of students got stuck in Garnala
નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં આજે શનિવારે વરસાદી માહોલ જોવા મળ્યો છે. વહેલી સવારે ઠેકઠેકાણે છુટાછવાયા વરસાદી ઝાપટા પડ્યા છે. ડાકોર, નડિયાદ, માતર સહિતના પંથકોમાં આજે મેઘરાજા વરસ્યા છે. નડિયાદ શહેરમાં પણ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત આસપાસના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ વરસ્યો છે. જિલ્લા વાસીઓ છેલ્લા કેટલાક સમયથી ગરમી ઉકળાટનો સામનો કરતા હતા અને આજે આ વચ્ચે વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે.
Nadiad: A bus full of students got stuck in Garnala
જોકે થોડા જ સમયમાં વરસાદે વિરામ લેતા આ પાણી ઓસરી ગયા હતા. જ્યારે નડિયાદ શહેરના શ્રેયસ ગરનાળામાં કોલેજ બસ ફસાતા વિદ્યાર્થીઓને બસની બારીમાંથી બહાર કઢાયા હતા. ગરનાળામાં પાણી ભરેલું હોવા છતાં આ બસ પસાર થઈ રહી હતી. કોલેજ બસ પાણી ભરેલા ગરનાળામાંથી પસાર થતાં અધવચ્ચે ખોટકાઈ હતી. અધવચ્ચે બસ બંધ પડી જતા કોલેજના વિદ્યાર્થીઓ બસમાં ફસાયા હતા. ત્યારે આસપાસના નાગરિકો દ્વારા વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કરી બહાર કઢાયા હતા.