અમદાવાદ ઇસ્કોન અકસ્માતમાં 9ને કચડી નાંખનાર નબીરો તથ્ય પટેલ, પિતાનો પણ ગુનાઇત ઇતિહાસ

ગુરુવાર, 20 જુલાઈ 2023 (10:12 IST)
અમદાવાદમાં જાણીતા એસજી હાઇવે પર આવેલા ઈસ્કોન બ્રિજ પર કાર અકસ્માત સર્જનાર યુવાનની ઓળખ સામે આવી છે, આ યુવાનનું નામ તથ્ય પટેલ છે. અહેવાલ અનુસાર કારમાં આ યુવાનની સાથે બે યુવતીઓ પણ સવાર હતી. તપાસ દરમ્યાન કારમાંથી પર્સ પણ મળી આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે કાર ચાલક તથ્ય પટેલનો પિતા પ્રગ્નેશ પટેલ એ કુખ્યાત આરોપી છે. તેના પિતા સામે દુષ્કર્મનો પણ આરોપ છે. તો બીજી તરફ તથ્ય પટેલા પિતા વિરુદ્ધ સંખ્યાબંધ ગુનાઓ નોંધાયા છે. 
 
ગોતા વિસ્તારના કુખ્યાત વ્યક્તિનો છે દીકરો 
માહિતી અનુસાર આ અકસ્માત સર્જનાર નબીરો ગોતા વિસ્તારના કુખ્યાત વ્યક્તિ પ્રજ્ઞેશ પટેલનો દીકરો છે. તેણે જ્યારે આ અકસ્માત સર્જ્યો ત્યારે તેની કારની ઝડપ આશરે 160 કિ.મી.ની આજુબાજુ હતી. અકસ્માત વખતે તથ્ય પટેલ જ ગાડી હંકારતો હોવાનું સામે આવ્યું છે. તેના પિતા પ્રજ્ઞેશ પટેલ સામે 2020માં રાજકોટમાં એક સામૂહિક દુષ્કર્મની ઘટનામાં સામેલ હોવાનો આરોપ લાગ્યો હતો. તેને અમદાવાદની ક્રાઈમ બ્રાન્ચે તે સમયે પકડી પાડ્યો હતો. મૃતકાંક વધી શકે છે, સરકારે કરી સહાયની જાહેરાત 
 
માહિતી અનુસાર ઈસ્કોન બ્રિજ પર અકસ્માત એટલો ગંભીર હતો કે લોકો 30 ફૂટ જેટલા દૂર ફંગોળાયા હતા. આ કારણે ઘાયલોની સંખ્યા પણ વધુ હોવાથી મૃતકાંક વધી શકે છે. બીજી બાજુ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ટ્વિટ કરી હતી કે અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર ગત રાત્રે થયેલ અકસ્માત ખૂબ દુઃખદ છે. અકસ્માતમાં જીવ ગુમાવનાર મૃતકોના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી ઈશ્વરને પ્રાર્થના. રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને રૂ. 4 લાખ અને ઇજાગ્રસ્તોને રૂ. 50,000 ની સહાય કરશે. 
Edited By-Monica Sahu 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર